બિહાર વિધાનસભા ચૂંટણી: પ્રશાંત કિશોરની તકલીફમાં વધારો ??
ભારતીય ચૂંટણી પંચ એ મંગળવારે જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરને બિહાર અને પશ્ચિમ બંગાળ બંનેમાં મતદાર તરીકે નોંધણી કરાવવા બદલ નોટિસ ફટકારી છે.
મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર, પ્રશાંત કિશોરનું નામ પશ્ચિમ બંગાળ અને બિહારની મતદાર યાદીમાં દેખાય છે. ચૂંટણી વ્યૂહરચનાકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોર, જેમની પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણી લડી રહી છે, તેમનું નામ કોલકાતાના ૧૨૧ કાલીઘાટ રોડ પર નોંધાયેલું છે, જે મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભવાનીપુર મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ કાર્યાલયનું સરનામું છે.
અહેવાલને ટાંકીને, ઈઝ્રૈં એ તેની નોટિસમાં જણાવ્યું હતું કે કિશોરનું નામ ‘ર્નિમલ હૃદય સ્કૂલ, બીડન સ્ટ્રીટ, કોલકાતા’ અને “બિહારમાં ૨૦૯-કરહગર વિધાનસભા મતવિસ્તાર (ભાગ નં. ૭૬૭, સીરીયલ નં. ૬૨૧) ની મતદાર યાદીમાં નોંધાયેલું છે, જેમાં મતદાર ૈંડ્ઢ ૈંેંત્ન૧૩૨૩૭૧૮ છે.”
મતદાન પંચે યાદ અપાવ્યું કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ ની કલમ ૧૭ હેઠળ, કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ મતવિસ્તારમાં મતદાર તરીકે નોંધણી કરાવી શકતી નથી. આ નિયમનું ઉલ્લંઘન એ જ કાયદાની કલમ ૩૧ હેઠળ સજાને પાત્ર છે.
“એક કરતાં વધુ મતવિસ્તારમાં તમારું નામ નોંધાયેલ છે તે અંગે તમને ત્રણ દિવસની અંદર સ્પષ્ટતા કરવા વિનંતી કરવામાં આવે છે,” કિશોરને નોટિસમાં કહેવામાં આવ્યું છે.
શું મુદ્દો છે?
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, બિહારમાં, પ્રશાંત કિશોર કરગહર વિધાનસભા મતવિસ્તારમાં સાસારામ સંસદીય મતવિસ્તાર હેઠળ મતદાર તરીકે નોંધાયેલા છે. તેમનું મતદાન મથક રોહતાસ જિલ્લા હેઠળના કોનારમાં મધ્ય વિદ્યાલય છે. કોનાર કિશોરનું પૈતૃક ગામ છે.
નોંધનીય છે કે કિશોરે બંગાળમાં ૨૦૨૧ ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ સાથે રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું હતું. તેમનું મતદાન મથક બી રાણીશંકરી લેન પર સેન્ટ હેલેન સ્કૂલ તરીકે સૂચિબદ્ધ છે.

