ગ્રામીણ વિકાસ મંત્રાલયના નામે ભરતી કરતી સંસ્થા દ્વારા કરાતી છેતરપિંડીભરી જાહેરાતો તરફ મંત્રાલય સામાન્ય લોકોનું ધ્યાન દોરવા માંગે છે. નેશનલ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ રિક્રિએશન મિશન – NRDRM ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, નવી દિલ્હી, ૧૧૦૦૦૧ ખાતે તેનું કાર્યાલય હોવાનો દાવો કરે છે અને વેબસાઇટ્સ જેવી કે www.nrdrm.com(http://www.nrdrm.com) અને www.nrdrmvacancy.com (http://www.nrdrmvacancy.com) ધરાવે છે. જે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય ના કાર્યક્ષેત્ર હેઠળ કામ કરતું નથી.
સામાન્ય જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે, નેશનલ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ રિક્રિએશન મિશન -NRDRM દ્વારા આ મંત્રાલય અને/અથવા તેના અધિકારીઓના નામે કથિત રીતે કરવામાં આવતી કોઈપણ ભરતી પ્રવૃત્તિઓ છેતરપિંડીભરી ગણી શકાય અને તેનું કોઈ સમર્થન નથી.
સ્ર્ઇડ્ઢ તેની ભરતી પ્રક્રિયાના કોઈપણ તબક્કે કોઈપણ પ્રકારની ફી અથવા અન્ય ફી વસૂલતું નથી અથવા અરજદારોના બેંક ખાતાઓની માહિતી માંગતું નથી. ઉપરાંત, આ વિભાગમાં ભરતી અંગેની માહિતી તેની સત્તાવાર વેબસાઇટ એટલે કે rural.gov.in પર જ યોગ્ય રીતે પોસ્ટ કરવામાં આવે છે.