National

બિહારના મુઝફ્ફરનગર જિલ્લામાં ભીષણ આગની ઘટના; ૫ બાળકોના મોત

બિહારના મુઝફ્ફરનગર જિલ્લામાં રામપુરમ ગામના એક ઘરમાં અચાનક ભીષણ આગ લાગી હતી અને તે એટલે વિકરાળ હતી કે તરત જ આજુબાજુ માં ઘરોમાં ફેલાઈ હતી. આ ઘટનામાં ચાર બાળકો ફસાઈ ગયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નથી. મૃતક બાળકોમાં ત્રણ એક જ પરિવારના હોવાનું કહેવાય છે. ઘટના બાદ ગામમાં અફરા-તફરી મચી ગઈ છે. ગ્રામજનો તાત્કાલીક બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું, જાેકે આગ વિકરાળ હોવાથી કંઈપણ કરી શકવું અશક્ય હતું.

આગ લાગ્યા ની જાણ થતાં જ ફાયર બ્રિગેડના બે વાહનો ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને કલાકોની ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ તંત્ર સહિતની ટીમ દ્વારા પુરજાેશમાં બચાવ કામગીરી ચાલી રહી છે.

ઘરોમાં આગ કયા કારણોસર લાગી, તે હજુ જાણી શકાયું નથી, તેની તપાસ કરવામાં આવી રહી છે. જાેકે શોર્ટ સર્કિટ અથવા ચુલાના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્રએ તપાસના આદેશ આપી દીધા છે અને પીડિત પરિવારજનોને તાત્કાલીક રાહત આપવાની વાત કરાઈ છે.