National

તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પર મેડીગડ્ડા બેરેજ ભ્રષ્ટાચારના આરોપ લગાવનાર વ્યક્તિ ની હત્યા

ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારની છરીથી ઘાતક હુમલો કરું હત્યા કરવામાં આવી

તેલંગાણામાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પર મેડીગડ્ડા બેરેજના ભ્રષ્ટાચારના આરોપ લગાવનાર વ્યક્તિની તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા, ખૂબ મહત્વનું છે કે જ્યારે ગુરુવારે કોર્ટમાં કેસની સુનાવણી થવાની હતી. આ બેરેજ કાલેશ્વરમ પ્રોજેક્ટનો ભાગ છે, અને આ આરોપોએ રાજકીય ચર્ચા ઊભી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ મોત કુદરતી નહોતું પરંતુ હત્યા હતી, જાેકે તેમણે કોઈ રાજકીય પક્ષના સામેલ હોવાની વાત ને નકારી કાઢી હતી.

ફરિયાદ કરનાર ૫૦ વર્ષીય એન રાજલિંગમૂર્તિની હત્યા જમીન વિવાદના કેસ સાથે જાેડાયેલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં બે અજાણ્યા શખ્સોએ તેમના પર છરીના ઘા કર્યા હતા. બુધવારે સાંજે ૭.૩૦ વાગ્યે, તેઓ મોટરસાઈકલ પર ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો, અને ગંભીર રીતે ઘવાયેલા રાજલિંગમૂર્તિને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરની ટીમે તેમને મૃત જાહેર કર્યા. પોલીસ દ્વારા હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને પ્રાથમિક તપાસમાં આ ઘટનાનું મુખ્ય કારણ જમીન વિવાદ હોવાનું સામે આવ્યું છે.

એન રાજલિંગમૂર્તિએ ઓક્ટોબર ૨૦૨૩ માં કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમણે કોર્ટ પાસે માંગ કરી હતી કે કે. ચંદ્રશેખર રાવ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે. આ ઉપરાંત, તેમની સાથે સંકળાયેલા કેટલાક અન્ય લોકો સામે પણ કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. કે. ચંદ્રશેખર રાવના ભત્રીજા સામે કેસ દાખલ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. કે. ચંદ્રશેખર રાવ, ટી. હરીશ રાવ સાથે મળીને, સેશન્સ જજ દ્વારા આપવામાં આવેલા આદેશને સસ્પેન્ડ કરવા માટે તેલંગાણા હાઈકોર્ટમાં ગયા હતા. નીચલી કોર્ટે તેમની સામે તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. આની સામે કે. ચંદ્રશેખર રાવ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.