National

રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત

રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ‘આજથી અમે દ્ગડ્ઢછ સાથે નથી, અમારો હવે કોઈ સંબંધ નથી.‘ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પશુપતિ પારસની જાહેરાતથી દ્ગડ્ઢછને ઝટકો લાગી શકે છે. પશુપતિ પારસે બિહારની તમામ ૨૪૩ વિધાનસભા બેઠકો પર સદસ્યતા અભિયાન શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.

પશુપતિ પારસે કેન્દ્ર અને બિહારની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કે આ બંને સરકારો ભ્રષ્ટ અને દલિત વિરોધી છે. કેન્દ્ર સરકારે સંસદમાં બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. પાર્ટીના ભવિષ્ય અંગે પશુપતિ પારસે જણાવ્યું છે કે આગામી સમયમાં પાર્ટીના તમામ નેતાઓ સાથે ચર્ચા બાદ ર્નિણય લેવામાં આવશે કે હવે કયા પક્ષ સાથે ગઠબંધન કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, રામ વિલાસ પાસવાનના નિધન બાદથી જ પક્ષમાં અનેક વાદવિવાદ થતાં રહ્યા છે. રામવિલાસ પાસવાનના ભાઈ પશુપતિ પારસ અને રામવિલાસના પુત્ર ચિરાગ પાસવાન વચ્ચે પાર્ટી કોણ સંભાળશે તેને લઈને વિવાદ થઈ ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીએ અગાઉ પશુપતિ પારસ સાથે જ ગઠબંધન કર્યું હતું, બાદમાં ચિરાગ પાસવાન સાથે ગઠબંધન કરી લીધું.