ગોવાના અર્પોરા ગામમાં આવેલા ‘ર્બિચ બાય રોમિયો લેન‘ નાઇટક્લબમાં ૬ ડિસેમ્બરની મોડી રાત્રે લાગેલી આગના થોડા કલાકો પછી જ ક્લબના બંને માલિકો સૌરભ અને ગૌરવ લુથરા થાઈલેન્ડ ભાગી ગયા. પોલીસે દુર્ઘટના બાદ હ્લૈંઇ નોંધી બંનેની શોધખોળ શરૂ કરી. ૭ ડિસેમ્બરે બંને વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યું હતું, પરંતુ ઇમિગ્રેશન રેકોર્ડ્સ પરથી જાણવા મળ્યું કે તેઓ ઇન્ડિગો ફ્લાઇટ ૬ઈ ૧૦૭૩માં દેશ છોડી ચૂક્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બંને ૭ ડિસેમ્બરની સવારે ૫:૩૦ વાગ્યે જ ઇન્ડિગોની ફ્લાઇટથી ફુકેટ જવા રવાના થઈ ગયા હતા. તેમને પકડવા માટે હવે ઇન્ટરપોલની મદદ માંગવામાં આવી છે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ક્લબ પાસે ફાયર ડિપાર્ટમેન્ટની ર્દ્ગંઝ્ર નહોતી. લાઇસન્સ પણ અધૂરી માહિતીના આધારે જારી કરવામાં આવ્યું હતું. પણજીથી ૨૫ કિમી દૂર આવેલા ક્લબમાં આગ લાગવાથી ૨૫ લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલાઓમાં નાઇટ ક્લબના ૨૦ કર્મચારીઓ અને ૫ પ્રવાસીઓનો સમાવેશ થાય છે. પોલીસે ક્લબના ઓપરેશનલ સ્ટાફ ભરત કોહલીને દિલ્હીથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ધરપકડ કરી છે.
આ ઉપરાંત, ચીફ જનરલ મેનેજર રાજીવ મોડક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજીવ સિંઘાનિયા અને ગેટ મેનેજર રિયાંશુ ઠાકુરની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રશાસને ક્લબ ચેઇનની અન્ય બે પ્રોપર્ટી સીલ કરી દીધી છે. બંને પ્રોપર્ટી વિવાદમાં હતી. ગોવા સરકારે સોમવારે આ દુર્ઘટનાની તપાસ માટે ચાર સભ્યોની મેજિસ્ટ્રિયલ તપાસ સમિતિની રચના કરી છે. ગોવા સરકારે નાઇટક્લબ, રેસ્ટોરન્ટ, બાર અને ઇવેન્ટ વેન્યુ માટે નવી એડવાઇઝરી જાહેર કરી છે.

