મહારાષ્ટ્રમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમના અત્યાર સુધીમાં ૨૨૫ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં ૧૭૯ દર્દીઓ સાજા થયા છે. ૨૪ ની સારવાર ચાલુ છે. ૧૫ વેન્ટિલેટર પર છે.
ગુઇલેન-બેરે સિન્ડ્રોમના કારણે કુલ ૧૨ મૃત્યુ નોંધાયા છે, આમાંથી, ૬ કેસોમાં મૃત્યુનું કારણ ય્મ્જી (હાછ-પગમાં નબળાઈ કે કળતર થવી) હતું અને ૬ કેસોમાં મૃત્યુનું કારણ અનિશ્ચિત હતું. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ બધા કેસ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન ગામડાઓ, પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન, પુણે ગ્રામીણ અને અન્ય જિલ્લાઓના છે. આ વિસ્તારોમાંથી ૭૨૬૨ પાણીના નમૂના રાસાયણિક અને જૈવિક વિશ્લેષણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. ૧૪૪ જળ સ્ત્રોતોમાં ચેપ જાેવા મળ્યો છે.
વહીવટીતંત્રે આ જિલ્લાઓમાં ૮૯૬૯૯ ઘરોની મુલાકાત પણ લીધી છે. આમાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૪૬,૫૩૪, પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (ઁઝ્રસ્ઝ્ર)માં ૨૯,૨૦૯ અને પુણે ગ્રામીણમાં ૧૩,૯૫૬ ઘરોનો સમાવેશ થાય છે.