International National

હ્યુમન મેટાપ્યુમોવાયરસની અસર સૌથી વધુ  બાળકો અને વૃદ્ધો પર રહેલું છે જાેખમ.. ઘણા રિપોર્ટમાં દાવાઓ કરાયા : રિપોર્ટ

કોવિડ-૧૯ બાદ ચીનમાં વધુ એક ખતરનાક વાયરસ HMPV ફેલાઈ રહ્યો છે

વાયરસથી ચિંતિત છે લોકો, માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી

કોરોનાનો ડર હજુ મનમાંથી દૂર નથી થયો કે હવે ચીનમાં વધુ એક વાયરસે તબાહી મચાવી દીધી છે. આ વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV ) છે, જે કોવિડ ૧૯ જેવી જ તબાહી મચાવી રહ્યો છે. સોશિયલ મીડિયા અને ઘણા રિપોર્ટમામાં પર દાવાઓ કરવામાં આવી રહ્યા છે આ વાયરસના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, સ્મશાન ઘાટો પર ભારે ભીડ છે. જાે કે, ચીન તરફથી હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર ચીનની સરકાર અને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે, પરંતુ હજુ સુધી તેઓ આ વાયરસ વિશે વધુ સમજી શક્યા નથી.

કેટલો ખતરનાક છે HMPV વાયરસ?.. જે વિષે જણાવીએ, અહેવાલો અનુસાર HMPV માં ફ્લૂ જેવા લક્ષણો જાેવા મળી રહ્યા છે. તે કોવિડ-૧૯ જેવી જ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ રહી છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર ચીનના રોગ નિયંત્રણ સત્તાધિકારીએ શુક્રવારે કહ્યું કે, તે અજાણ્યા પ્રકારના ન્યુમોનિયા માટે સર્વેલન્સ સિસ્ટમ ચલાવી રહ્યા છે.

શિયાળામાં શ્વાસ સંબંધી રોગોમાં વધારો થવાની સંભાવના છે. તેની સાથે વ્યવહાર કરવા માટે એક ખાસ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે. જાે કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીની અધિકારીઓ આ વાયરસથી ચિંતિત છે. લોકોને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી રહી છે.

HMPV વાયરસ શું છે?.. જે વિષે જણાવીએ, હ્યુમન મેટાપ્યુમોવાયરસ એ ઇદ્ગછ વાયરસ છે. તે ન્યુમોવિરિડે ફેમિલીના મેટાપ્યુમોવાયરસ ક્લાસ સાથે જાેડાયેલો છે. તે ૨૦૦૧માં પ્રથમ વખત ડચ સંશોધક દ્વારા શોધવામાં આવ્યો હતો. રિચર્સમાં જાણવા મળ્યું છે કે, આ વાયરસ ઓછામાં ઓછા ૬૦ વર્ષથી અસ્તિત્વમાં છે. આ એક સામાન્ય શ્વસન સમસ્યા છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. આ મુખ્યત્વે ખાંસી અને છીંકમાંથી નીકળતા ટીપાંને કારણે એક-બીજામાં ફેલાઈ છે. ચીનની ઝ્રડ્ઢઝ્રની વેબસાઈટ અનુસાર આ વાયરસના ચેપનો સમયગાળો ૩ થી ૫ દિવસનો છે.

સૌથી વધુ જાેખમ કોને છે?.. જે વિષે જણાવીએ, જેમાં આની અસર સૌથી વધુ બાળકો અને વૃદ્ધોને HMPV વાયરસથી જાેખમ રહેલું છે. કોરોનામાં પણ આ બન્નેને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ વાયરસના વધતા પ્રકોપને જાેતા ચીનને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. દરેકને સ્વચ્છતા જાળવવા અને માસ્ક વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે.

હ્યુમન મેટાપ્યુમોવાયરસના લક્ષણો

૧. કોરોના જેવા લક્ષણો
૨. શરદી અને ઉધરસ
૩. તાવ અને ઉધરસ