National

હિમાચલ-પંજાબમાં કોલ્ડવેવ, MPમાં રાત્રે ઠંડી વધી; દિલ્હીમાં 26મી જાન્યુઆરીનો દિવસ 8 વર્ષમાં સૌથી ગરમ રહ્યો

રાજસ્થાનમાં સોમવારે પારો માઈનસમાં ગયો હતો. સીકરના ફતેહપુરમાં માઈનસ 0.5 પર પહોંચ્યો હતો. અહીં પાણી પણ બરફ થઈ ગયું હતું. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી આવું જ હવામાન ચાલુ રહેશે. અહીં પણ કોલ્ડવેવનું એલર્ટ યથાવત છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયે પશ્ચિમ હિમાલયના પ્રદેશ (જમ્મુ-કાશ્મીર-હિમાચલ-ઉત્તરાખંડ)માં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ રહેશે. પ્રથમ 29 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ એક્ટિવ થઈ શકે છે. આ હિમવર્ષા અને વરસાદનું કારણ બની શકે છે.

કઠુઆના બાની વિસ્તારમાં હિમવર્ષા બાદ એક વ્યક્તિ બરફ પર ચાલી રહ્યો છે.

આજે હિમાચલ પ્રદેશ-પંજાબમાં પણ કોલ્ડવેવનું એલર્ટ છે. 30 જાન્યુઆરી પછી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં લઘુત્તમ તાપમાન વધી શકે છે.

છેલ્લા એક સપ્તાહથી MPમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારો થયો છે. પરંતુ શનિવારથી રાતો ઠંડી પડવા લાગી છે. શહડોલ જિલ્લામાં રવિવારે રાત્રે તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં 1 ફેબ્રુઆરીથી વરસાદી સિઝન શરૂ થઈ શકે છે.

આ વખતે દિલ્હીમાં 26 જાન્યુઆરી એ છેલ્લા 8 વર્ષમાં પ્રજાસત્તાક દિવસની સરખામણીમાં સૌથી ગરમ દિવસ હતો. અહીં મહત્તમ તાપમાન 23.7 ડિગ્રી સેલ્સિયસ હતું. જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ હતું. આ પહેલા 2017માં ગણતંત્ર દિવસ પર 26.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.