National

આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો; CVCએ ‘શીશ મહેલ’ની તપાસ માટે આદેશ

આમ આદમી પાર્ટીના (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) એ ભાજપના ‘શીશમહલ’ના આરોપોની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં સીવીસીના આદેશ પર નવેમ્બરથી તપાસ ચાલી રહી હતી.

૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ, વિજેન્દ્ર ગુપ્તાની ફરિયાદ પર આધારિત એક વાસ્તવિક અહેવાલ ઝ્રઁઉડ્ઢ ના મુખ્ય તકેદારી અધિકારી દ્વારા ઝ્રફઝ્રને સુપરત કરવામાં આવ્યો હતો. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ તથ્યપૂર્ણ અહેવાલની તપાસ કર્યા પછી, ઝ્રફઝ્ર એ ઝ્રઁઉડ્ઢ ના ઝ્રર્ફં ને આ બાબતે વિગતવાર તપાસ કરવા કહ્યું.

આ મામલે પ્રારંભિક અહેવાલ મળ્યા બાદ હવે વિગતવાર તપાસનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ મામલામાં કેજરીવાલ પર કાયદાકીય મુશ્કેલીનો નવો ફાંસો સખ્ત થતો જાેવા મળી રહ્યો છે. ગયા વર્ષે, ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ, વિજેન્દ્ર ગુપ્તાએ આ મામલે ઝ્રફઝ્રને ફરિયાદ કરી હતી. સીવીસીએ પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન ૬ ફ્લેગ સ્ટાફ બંગલાના નવીનીકરણની તપાસના આદેશ આપ્યા છે.

CVC એ CPWD (સેન્ટ્રલ પબ્લિક વર્ક્‌સ ડિપાર્ટમેન્ટ) ને આરોપોની વિગતવાર તપાસ કરવા જણાવ્યું છે કે ‘૪૦,૦૦૦ ચોરસ યાર્ડ (૮ એકર)માં ફેલાયેલા ભવ્ય બંગલાના નિર્માણ માટે બિલ્ડિંગના ધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.’ વિપક્ષના નેતા વિજેન્દર ગુપ્તાએ ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ ચીફ વિજિલન્સ કમિશનને કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે રાજપુર રોડ પરના પ્લોટ નંબર ૪૫ અને ૪૭ અને બે બંગલા (૮-છ અને ૮-મ્, ફ્લેગ સ્ટાફ રોડ) સહિતની સરકારી મિલકતોને તોડી પાડીને નવા આવાસમાં મર્જ કરવામાં આવી હતી, જેમાં ગ્રાઉન્ડ કવરેજ અને ફ્લોર એરિયાનો કોઈ વિસ્તાર નથી.