PM નરેન્દ્ર મોદી આજે એટલે કે બુધવારે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ સાથે, ભારતીય સેનાની એક ટુકડી, નૌકાદળનું એક યુદ્ધ જહાજ અને વાયુસેનાની આકાશ ગંગા સ્કાય ડાઇવિંગ ટીમ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
ભારતીય મૂળના સર સીવુસાગુર રામગુલામના નેતૃત્વમાં 12 માર્ચ 1968ના રોજ મોરેશિયસે બ્રિટિશરો પાસેથી સ્વતંત્રતા મેળવી. તે 1992માં કોમનવેલ્થ હેઠળ પ્રજાસત્તાક બન્યું.
ગઈકાલે, મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે પીએમ મોદીને તેમના દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન’ આપવાની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી મોદી આ સન્માન મેળવનારા પહેલા ભારતીય છે. આ કોઈ પણ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલો 21મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે.