ભારતીય કોસ્ટ ગાર્ડ એ ૩૦ જુલાઈ, ૨૦૨૫ના રોજ ગોવાના ચૌગુલે એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ ખાતે ગર્ડર બિછાવી અને ઇન્સ્ટોલેશન સમારોહ સાથે તેના પ્રથમ સ્વદેશી એર કુશન વ્હીકલ નું ઉત્પાદન શરૂ કર્યું છે. સાબિત ગ્રિફોન હોવરક્રાફ્ટ ડિઝાઇન પર આધારિત આ હોવરક્રાફ્ટ વિવિધ દરિયાકાંઠાની સુરક્ષા કામગીરી માટે ભારતીય કુશળતા સાથે બનાવવામાં આવી રહ્યા છે.
સેવામાં સામેલ થયા પછી, આ ACV શ્રેષ્ઠ ગતિ વ્યૂહાત્મક સુગમતા અને છીછરા પાણીની કામગીરી ક્ષમતા પ્રદાન કરશે, જે ભારતની વિશાળ દરિયાઈ સરહદ પર પેટ્રોલિંગ, અવરોધ અને શોધ અને બચાવ કામગીરી માટે ઝડપી પ્રતિભાવને સક્ષમ બનાવશે.
આ સમારોહ ICG ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (મટિરિયલ અને મેન્ટેનન્સ) ઇન્સ્પેક્ટર જનરલ સુધીર સાહનીની હાજરીમાં યોજાયો હતો, જે ભારતની દરિયાઈ પ્રતિભાવ ક્ષમતાઓને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું છે. આ સમારોહ ૨૪ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ સંરક્ષણ મંત્રાલય સાથે છ ACV માટે થયેલા કરાર બાદ યોજાયો હતો, જે આર્ત્મનિભર ભારત પહેલ હેઠળ ઓપરેશનલ ર્સ્વનિભરતા તરફ ૈંઝ્રય્ના પ્રયાસોને રેખાંકિત કરે છે.