National

ઈંગ્લેન્ડના જેકબને ગુરુદીક્ષા લઈ જય કિશન સરસ્વતી બની ગયા

માંચેસ્ટરથી મહાકુંભ : ઈંગ્લેન્ડના જેકબને લાગ્યુ સનાતનનું ઘેલુ,

ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા છે. જુના અખાડાના મહામંડલેશ્વર ઉમાકાંતનંદજીએ તેમને દિક્ષા આપી દિક્ષિત કર્યા છે. દિક્ષા અપાયા બાદ તેમને જય કિશન સરસ્વતી નામ આપવામાં આવ્યુ છે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં સંગમ તટે સનાતન સંસ્કૃતિની અદ્દભૂત છટા જાેવા મળી રહી છે. એક તરફ સાધુ સંતો, સંન્યાસીઓ , કથાવાચકો, જ્ઞાન અને વૈરાગ્યની ગંગા વહાવી રહ્યા છે તો બીજી તરફ પેઢીઓથી સનાતન પરંપરાના વાહક કરોડો શ્રદ્ધાળુઓ મોક્ષની કામનાથી સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે.

દેશના ખૂણેખૂણેથી આવેલા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ ભારતની સાંસ્કૃતિક વિવિધતા તેમજ સનાતન આસ્થાની આધ્યાત્મિક ઉર્જાથી વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. સનાતન સંસ્કૃતિની આ આધ્યાત્મિક શક્તિથી અભિભૂત થયેલા ઇંગ્લેન્ડના રહેવાસી જેકબ પણ સંન્યાસી બનવાની રાહ પર નીકળી પડ્યા છે. તેઓ સંન્યાસ લઈને હવે જય કિશન સરસ્વતી બની ગયા છે.

જેકબ સનાતન ધર્મની આધ્યાત્મિક શક્તિથી પ્રભાવિત થઈ સન્યાસ લઈ લીધો છે. ન માત્ર જેકબ પરંતુ મહાકુંભમાં ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, બેલ્જિયમ, કેનેડા, એક્વાડોર, બ્રાઝિલ અને અન્ય ઘણા દેશોના પ્રવાસીઓ દેશ અને સનાતન સંસ્કૃતિથી પ્રભાવિત પ્રયાગરાજમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા આવી રહ્યા છે. માન્ચેસ્ટર, ઈંગ્લેન્ડના રહેવાસી જેકબ, સનાતન સંસ્કૃતિ અને તેની આધ્યાત્મિક શક્તિથી એટલો પ્રભાવિત થયો કે તેણે પોતાની જાતને સંપૂર્ણપણે સનાતન ધર્મને સમર્પિત કરી દઈ સંન્યાસી બની ગયા છે.

જેકબે જણાવ્યું કે તે લગભગ ૧૦ વર્ષથી ભારતમાં રહે છે. તેમણે કાશી, હરિદ્વાર, ઋષિકેશ, મથુરા, વૃંદાવન, ઉજ્જૈન અને પુરી જેવા ભારતના ધાર્મિક શહેરોની મુલાકાત લીધી છે. તેઓ પ્રથમ વખત પ્રયાગરાજ અને અહીંના મહાકુંભમાં આવ્યા છે. જેકબે જણાવ્યું કે તેણે હરિદ્વારના મહાકુંભમાં જુના અખાડાના મહામંડલેશ્વર ઉમાકાંતાનંદ પાસેથી દીક્ષા લઈને સંન્યાસ લીધો હતો. ત્યારથી તેઓ જય કિશન સરસ્વતી બન્યા છે. જય કિશન સરસ્વતીએ વધુમાં જણાવ્યું કે તેણે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરથી બેચલર ઓફ આર્ટસનો અભ્યાસ કર્યો છે.

તે પછી તેણે ઈંગ્લેન્ડમાં એક ક્રિએટિવ એજન્સીમાં કામ કર્યું. શરૂઆતથી જ તેઓ ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાથી પ્રભાવિત હતા. તેમણે ભગવત ગીતાનો અભ્યાસ કર્યો અને હિન્દી અને સંસ્કૃત ભાષાઓ પણ શીખી. વર્ષ ૨૦૧૩ માં તેઓ કાશી જાેવા માટે ભારત આવ્યો હતો, ત્યારથી તે થોડા વર્ષો સુધી ભારતમાં ઘણી જગ્યાએ ફર્યા. એક સમયે, સનાતન સંસ્કૃતિ તરફ તેમનો ઝોક એટલો વધી ગયો કે તેમણે સ્વામી ઉમાકાંતાનંદજી પાસેથી દીક્ષા લીધી અને સંન્યાસ લીધો. ત્યારથી તે સ્વામી ઉમાકાંતાનંદ જી સાથે પ્રવાસ અન ભ્રમણ કરે છે.