National

જમ્મુ અને કાશ્મીરના રામબનમાં ભારતીય સેનાનું એક વાહન ૭૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડ્યું, ૩ જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં રવિવારે ભારતીય સેનાનું એક વાહન મોટી ખીણમાં લપસીને પડ્યું હતું, આ ઘટના જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (દ્ગૐ૪૪) પર બેટરી ચશ્મા નજીક બની હતી. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ, જીડ્ઢઇહ્લ, સ્થાનિક લોકો અને સેનાની ટીમોએ તાત્કાલિક કામગીરી સંભાળી લીધી હતી. આ ઘટનામાં ત્રણ જવાનો શહીદ થયા હતા.

આ ઘટના ત્યારે બની હતી જ્યારે સેનાનો કાફલો ઉધમપુરથી શ્રીનગર જઈ રહ્યો હતો. કાફલાના આ વાહનમાં ત્રણ જવાનો સવારી કરી રહ્યા હતા જે રામબન નજીક ખાડામાં ખાબક્યું હતું. વાહનમાં એક ડ્રાઇવર અને બે જવાન હતો.

આ ઘટના અંગે, અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેના, પોલીસ, જીડ્ઢઇહ્લ અને સ્થાનિક સ્વયંસેવકોએ તાત્કાલિક સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરી હતી અને વાહનમાં મુસાફરી કરી રહેલા ત્રણ સૈનિકો સ્થળ પર જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ કોન્સ્ટેબલ અમિત કુમાર, સુજીત કુમાર અને માન બહાદુર તરીકે થઈ છે. તેમના મૃતદેહોને ખાઈમાંથી કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. અકસ્માતમાં વાહનને ભારે નુકસાન થયું હતું અને ફક્ત કાટમાળનો ઢગલો જ રહી ગયો હતો.