National

JNU પ્રશાસને એક સીનિયર ફેકલ્ટી મેમ્બરને જાપાની દૂતાવાસની મહિલા કર્મચારીના જાતીય સતામણીના આરોપસર સસ્પેન્ડ કર્યા

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા લાંબી તપાસ બાદ એક મોટો ર્નિણય લીધો હતો જેમાં, એક સીનિયર ફેકલ્ટી મેમ્બરને જાપાની દૂતાવાસની એક મહિલા કર્મચારીના જાતીય સતામણીના આરોપસરસસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ બાબતે યુનિવર્સિટીના કુલપતિ શાંતિશ્રી ધુલીપડી પંડિતે જણાવ્યું કે, ‘આ વહીવટ જાતીય સતામણી કરનારાઓ, રેન્ટ સીકિંગ અને ભ્રષ્ટ કર્મચારીઓ પ્રત્યે ઝીરો-ટૉલરેન્સની નીતિ માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યવાહી કેમ્પસની સુરક્ષા અને જવાબદેહી પર યુનિવર્સિટીના મક્કમ વલણને દર્શાવે છે. યુનિવર્સિટીના શૈક્ષણિક કાઉન્સેલિંગે લાંબી તપાસ બાદ આ ર્નિણય લીધો છે. જે યુનિવર્સિટીની સર્વોચ્ચ વૈધાનિક સંસ્થા છે.

તપાસમાં જાણવા મળ્યું કે, જાપાની દૂતાવાસમાં કામ કરતી પીડિતા સાથે યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન ફેકલ્ટી મેમ્બર દ્વારા કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તે જાપાન જતી રહી અને આ મામલે ઔપચારિક ફરિયાદ નોંધાવી. રાજદ્વારીઓ દ્વારા આ બાબત ભારતીય દૂતાવાસના ધ્યાન પર લાવવામાં આવી હતી. ત્યારબાદ તેને વિદેશ મંત્રાલય અને યુનિવર્સિટીને મોકલવામાં આવ્યું.

આ મામલે તપાસ કર્યા બાદ, આંતરિક ફરિયાદ સમિતિ એ આરોપોને સાચા ગણાવ્યા. ત્યારબાદ એક્ઝિક્યુટિવ કાઉન્સિલે કોઈપણ લાભ વિના બરતરફ કરવાની ભલામણ કરી. જાેકે. આરોપી પાસે યુનિવર્સિટીની અપીલ સમિતિ સમક્ષ અપીલ કરવાનો તેમજ કોર્ટમાં જવાનો અધિકાર છે.