National

ભારતીય વાયુસેના દ્વારા પશ્ચિમી ક્ષેત્રમાં મહાગુજરાત-૨૫ (MGR-25) કવાયત, IAF ફાઇટરોએ હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી ઓપરેશન્સ હાથ ધર્યાં

ભારતીય વાયુસેનાએ ઓપરેશન્સ સંબંધિત ઉત્કૃષ્ટતા અને સંયુક્ત તૈયારીને દૃઢપણે દર્શાવવા માટે, ૨૯ ઓક્ટોબરથી ૧૧ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન પશ્ચિમી ક્ષેત્રમાં મહાગુજરાત-૨૫ (MGR-25) કવાયતનું આયોજન કર્યું હતું.

આ કવાયત હવાઇ અભિયાનોથી લઈને દરિયાઈ અને હવાઇ-જમીન મિશન સુધીની તમામ કામગીરીમાં નિપુણતા પ્રદર્શિત કરવાના IAFના સામર્થ્યની ફરીથી પુષ્ટિ કરે છે. તમામ ઉપલબ્ધ અસ્કયામતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને કામગીરીમાં બહુપરિમાણીય પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે, IAF ફાઇટરોએ હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી ઓપરેશન્સ હાથ ધર્યાં હતાં. મિશનના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે નાગરિક-મલ્ટિટાસ્કિંગ સામંજસ્ય અને સમન્વયની ઉચ્ચ માત્રા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ કવાયતમાં બહુવિધ ડોમેનના યુદ્ધક્ષેત્રમાં સંકલિત ઓપરેશન્સ, ટેકનોલોજીના સમાવેશ અને યુદ્ધભૂમિમાં તાલમેલ દ્વારા સંરક્ષણ સંબંધિત તૈયારીઓને માન્ય કરવામાં આવી હતી.

આ કવાયતથી પ્રશાસનિક, પરિવહન અને મેન્ટેનન્સ કામગીરીઓ વચ્ચે સુસંગત ટીમવર્ક અને તાલમેલ હોવાનું પ્રતિબિંબિત થયું છે, જે મિશનની તૈયારી માટે ૈંછહ્લના સંકલિત અભિગમને રેખાંકિત કરે છે.