National

યુપીના નોઈડામાં અનેક ખ્યાતનામ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી ભરેલો ઇમેઇલ મળતા ખળભળાટ

ઉત્તર પ્રદેશ ના મોઈડમાં આવેલ અનેક ખ્યાતનામ શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી ભરેલો ઇમેઇલ મળ્યા હત. તેમાં હેરિટેજ સ્કુલ અને મયુર સ્કુલના નામનો સમાવેશ થાય છે. શાળામાં બાળકોના પેરેન્ટ્‌સને ઇમરજન્સી કોલ કરવામાં આવ્યો અને તમામ બાળકોને ઘરે મોકલવામાં આવ્યા હતા.

આ બાબતે મળતી માહિતી અનુસાર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને સ્થિતિ સંભાળી લીધી હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ટાંકલીક હાજર થઈ ગયું હતું અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી, જાે કે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસ દરમિયાન શાળાઓમાંથી કઈ પણ શંકાસ્પદ મળ્યું નથી.