National

નેશનલ હેરાલ્ડ કેસ : EDની મોટી કાર્યવાહી, કરોડોની સંપત્તિ જપ્ત કરવા નોટિસ આપવામાં આવી

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઈડી) દ્વારા નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ ની જાેડાયેલી મિલકતોનો કબજાે લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી જેમાં તા. ૧૧ એપ્રિલ, ૨૦૨૫ ના દિવસે ઈડી એ દિલ્હી, મુંબઈ અને લખનૌના પ્રોપર્ટી રજિસ્ટ્રારને નોટિસ મોકલી છે. આ ઉપરાંત, મુંબઈના હેરાલ્ડ હાઉસ ખાતે જિંદાલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડને પણ નોટિસ મોકલવામાં આવી છે, જે તે બિલ્ડિંગના ૭માં, ૮માં અને ૯માં માળે ભાડે છે. હવે તેમણે દર મહિનાનું ભાડું ED ને જમા કરાવવાનું રહેશે.

આ કેસમાં ઈડીની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ કેસમાં લગભગ ૯૮૮ કરોડ રૂપિયાનું કાળું નાણું કમાયું હતું. જેના કારણે ૨૦ નવેમ્બર, ૨૦૨૩ ના દિવસે છત્નન્ની સંપત્તિ અને શેર જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત લગભગ ૭૫૧ કરોડ રૂપિયા છે. આ કાર્યવાહી હવે ૧૦ એપ્રિલના દિવસે કોર્ટ દ્વારા મંજૂર થઈ ગઈ છે. નવેમ્બર ૨૦૨૩ માં, ઈડીએ દિલ્હી, મુંબઈ અને લખનૌમાં ૬૬૧ કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો તેમજ ૯૦.૨ કરોડ રૂપિયાના છત્નન્ શેરને કામચલાઉ રીતે જપ્ત કર્યા હતા.

ડો. સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદથી આ કેસ શરૂ થયો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને તેમના સહયોગીઓએ માત્ર ૫૦ લાખ રૂપિયા આપીને છત્નન્ની ૨૦૦૦ કરોડ રૂપિયાની મિલકત હડપ કરી લીધી હતી. જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી ત્યારે એ પણ બહાર આવ્યું કે નકલી દાન, ખોટા ભાડા અને નકલી જાહેરાતો દ્વારા ૮૫ કરોડ રૂપિયાથી વધુની રકમ પણ ઉચાપત કરવામાં આવી હતી. હવે ઈડીએ આ મિલકતોનો કબજાે લેવા માટે નોટિસો મોકલી છે અને તેનો કબજાે લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.