ભારતમાં ગુનેગારો પર કડક કાર્યવાહી કરવા માટે ગૃહ મંત્રાલય, આવતીકાલ ૭ જાન્યુઆરીએ ‘ભારતપોલ’ શરૂ કરવા જઈ રહ્યું છે. તે ઇન્ટરપોલની માફક બનાવવામાં આવ્યું છે. જે ગુનેગારો વિશેની માહિતી શેર કરવા અને તેમની સામે તાત્કાલિક પગલાં લેવાનો રસ્તો ખોલશે. ચાલો જાણીએ ભારતપોલ શું છે, તે કેવી રીતે કામ કરશે અને તેની જરૂરિયાત શા માટે અનુભવાઈ ઈન્ટરપોલનું કામ આંતરરાષ્ટ્રીય ગુનેગારોનું નેટવર્ક અને તેમને પકડવાનું સરળ બનવાનું છે.
જે ગુનેગારો ભારતમાં ગુના કરીને વિદેશ ભાગી જાય છે અથવા વિદેશમાં બેસીને ભારતમાં ક્રાઈમ સિન્ડિકેટ ચલાવે છે તેવા ગુનેગારો સામે હવે રાજ્યોની પોલીસને ઈન્ટરપોલ જેવું શક્તિશાળી હથિયાર મળશે. વાસ્તવમાં, ગૃહ મંત્રાલય ભારતમાં ‘ભારતપોલ’ શરૂ કરવા જઈ રહ્યું છે. જે ઈન્ટરપોલની માફક જ ગુનેગારો વિશેની માહિતી શેર કરવા અને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવાનો રસ્તો વધુ સરળ કરશે.
૭ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. ભરતપોલનો ઉદ્દેશ્ય માત્ર ગુનેગારોને પકડવાનો જ નથી પરંતુ તેમની સામે સમયસર પકડવાનો અને ગુનાઓને જડમૂળથી ઉખેડી નાખવાનો પણ છે. આ એક એડવાન્સ ઓનલાઈન પોર્ટલ છે, જે સીબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેની ટ્રાયલ પણ થઈ ચૂકી છે. તેની ઔપચારિક શરૂઆત કરવાની બાકી છે.

