શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર થયેલા લેન્ડમાઇન વિસ્ફોટમાં એક સેનાના જવાનનું મોત થયું, જ્યારે બે અન્ય ઘાયલ થયા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૈનિકો કૃષ્ણા ઘાટીના જનરલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે લેન્ડમાઇન વિસ્ફોટ થયો. આ ઘટના દરમિયાન, ૭ ત્નછ્ રેજિમેન્ટના લલિત કુમાર તરીકે ઓળખાતા અગ્નિવીર જવાનનું મોત થયું, જ્યારે જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત બે અન્ય ઘાયલ થયા.
અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને લશ્કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.
“#GOC #WhiteKnightCorps અને તમામ રેન્ક 7 JAT રેજિમેન્ટના અગ્નિવીર લલિત કુમારને શ્રદ્ધાંજલિ આપે છે, જેમણે ૨૫ જુલાઈ ૨૦૨૫ ના રોજ ઈંકૃષ્ણા ઘાટી બ્રિગેડના જનરલ એરિયામાં એરિયા ડોમિનેશન પેટ્રોલિંગ દરમિયાન ખાણ વિસ્ફોટ બાદ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું,” વ્હાઇટ નાઈટ કોર્પ્સે ‘ઠ‘ (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું) પર પોસ્ટ કર્યું, અને ઉમેર્યું, “આ દુ:ખની ઘડીમાં અમે શોકગ્રસ્ત પરિવાર સાથે ઉભા છીએ.”
મે મહિનામાં આવી જ ઘટના નોંધાઈ
જમ્મુ અને કાશ્મીરમાં લેન્ડમાઈન વિસ્ફોટ કોઈ નવી વાત નથી. આ વર્ષે મે મહિનામાં, પૂંચ જિલ્લામાં ન્ર્ઝ્ર પર લેન્ડમાઈન વિસ્ફોટમાં એક સૈનિક ઘાયલ થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિગવાર સેક્ટરમાં ફોરવર્ડ એરિયામાં સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે લેન્ડમાઈન વિસ્ફોટ થયો હતો.
ઘૂસણખોરી વિરોધી અવરોધ પ્રણાલીના ભાગ રૂપે, આગળના વિસ્તારો લેન્ડમાઈનથી ભરેલા છે, જે ક્યારેક વરસાદથી ધોવાઈ જાય છે, જેના પરિણામે આવા અકસ્માતો થાય છે. ઘાયલ હવાલદારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું.
બાદમાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સાંબા જિલ્લામાં રીગલ બોર્ડર આઉટપોસ્ટ નજીક નિયંત્રિત વિસ્ફોટમાં એક વણફૂટેલા મોર્ટાર શેલનો નાશ કરવામાં આવ્યો હતો. કેટલાક ગ્રામજનોને મોર્ટાર શેલ મળી આવ્યો હતો જેમણે પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ, નિષ્ણાતોની એક ટીમને તાત્કાલિક મોકલવામાં આવી હતી અને વિસ્ફોટક ઉપકરણને નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

