National

PMએ કહ્યું- ભારત વિકાસમાં માને છે, વિસ્તરણવાદમાં નહીં; મોદીનો સમુદ્રથી ચીનને સીધો સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ત્રણ યુદ્ધ જહાજો INS સુરત (ડિસ્ટ્રોયર), INS નીલગીરી (સ્ટીલ્થ ફ્રિગેટ) અને INS વાઘશીર (સબમરીન) સમર્પિત કર્યા. આ ત્રણ અતિ આધુનિક યુદ્ધ જહાજોથી ભારતીય નૌકાદળની તાકાત વધુ વધશે. મોદી મુંબઈના નેવલ ડોકયાર્ડમાં નેવી અધિકારીઓને મળ્યા અને યુદ્ધ જહાજ વિશે વાત કરી હતી.

મોદીએ કહ્યું કે 15 જાન્યુઆરીને આર્મી ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. આજનો દિવસ ભારતના મેરીટાઇમ હેરિટેજ નેવીના ગૌરવશાળી ઈતિહાસ માટે અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે પણ મહત્વનો દિવસ છે.

યુદ્ધ જહાજોના કમિશનિંગ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નેવી અધિકારીઓ મુંબઈમાં નેવલ ડોક ખાતે. - Divya Bhaskar

છત્રપતિ શિવાજી મહારાજે નૌકાદળને નવી તાકાત અને નવી દ્રષ્ટિ આપી હતી. આજે, અમે તેમની આ પવિત્ર ભૂમિ પર 21મી સદીના નૌકાદળને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ભરી રહ્યા છીએ. આ પહેલીવાર છે જ્યારે ડિસ્ટ્રોયર, ફ્રિગેટ અને સબમરીન એકસાથે કાર્યરત થઈ રહી છે. આ આ ત્રણેય મેડ ઇન ઈન્ડિયા છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત વિસ્તરણવાદ પર નહીં, પરંતુ વિકાસની ભાવના પર કામ કરે છે. ખરેખરમાં આ ચીનને સીધો સંદેશ છે, જે એશિયા-પેસિફિક ક્ષેત્ર પર નજર રાખી રહ્યું છે.