ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ મધ્યપ્રદેશનાં છતરપુરનાં ગઢામાં શ્રી બાગેશ્વર જન સેવા સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારંભમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આપણી પરંપરામાં સદીઓથી સંતોએ લોકોને માર્ગ દેખાડ્યો છે. તેઓએ સમકાલીન સમાજમાં પ્રચલિત સામાજિક અનિષ્ટો સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેઓએ જાતિ, લિંગ વગેરેના આધારે ભેદભાવ સામે પણ અવાજ ઉઠાવ્યો છે.

પછી તે ગુરુ નાનક હોય, સંત રવિદાસ હોય, સંત કબીરદાસ હોય, મીરાંબાઈ હોય, સંત તુકારામ હોય તમામે લોકોને તેમના ઉપદેશો દ્વારા સાચા રસ્તે ચાલવા માટે પ્રેરિત કર્યા છે. ભારતીય સમાજમાં તેમના યોગદાનથી તેમને સન્માનજનક સ્થાન મળ્યું છે. તેમણે કહ્યું હતું કે, સમકાલીન આધ્યાત્મિક નેતાઓ આર્ત્મનિભર, સંવાદી અને પર્યાવરણને અનુકૂળ ભારતનાં નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

