પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે નિમિત્તે સશસ્ત્ર દળોના બહાદુર પુરુષો અને મહિલાઓ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી.
તેમણે કહ્યું હતું કે, સશસ્ત્ર દળોના જવાનોનું શિસ્ત, દૃઢ નિશ્ચય અને હિંમત રાષ્ટ્રનું રક્ષણ કરે છે અને લોકોને મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે તેમની પ્રતિબદ્ધતા ફરજ, શિસ્ત અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણનું એક તેજસ્વી ઉદાહરણ છે.
પ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળોની બહાદુરી અને સેવાને માન્યતા આપવા માટે દરેકને સશસ્ત્ર દળો ધ્વજ દિવસ ભંડોળમાં યોગદાન આપવા પણ અપીલ કરી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:- “સશસ્ત્ર દળો ધ્વજ દિવસ પર, આપણે બહાદુર પુરુષો અને મહિલાઓ પ્રત્યે ખૂબ ખૂબ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ જેઓ ર્નિભયતાથી આપણા રાષ્ટ્રનું રક્ષણ કરે છે. તેમનું શિસ્ત, દૃઢ નિશ્ચય અને જુસ્સો આપણા લોકોનું રક્ષણ કરે છે અને આપણા રાષ્ટ્રને મજબૂત બનાવે છે. તેમની પ્રતિબદ્ધતા આપણા રાષ્ટ્ર પ્રત્યે ફરજ, શિસ્ત અને સમર્પણનું એક મજબૂત ઉદાહરણ છે. ચાલો આપણે પણ સશસ્ત્ર દળો ધ્વજ દિવસ ભંડોળમાં યોગદાન આપીએ.”

