પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂકંપ દુર્ઘટના વચ્ચે મ્યાનમારના સિનિયર જનરલ મહામહિમ મિન આંગ હ્લલાઈંગ સાથે વાત કરી. પ્રધાનમંત્રીએ આ પડકારજનક સમયમાં મ્યાનમાર સાથે એકજુટતા સાથે ઊભા રહેવા માટે નજીકના મિત્ર અને પાડોશી તરીકે ભારતની અડગ પ્રતિબદ્ધતાની પુન:પુષ્ટિ કરી. આ આફતના પ્રતિભાવમાં, ભારત સરકારે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે, જે અસરગ્રસ્ત પ્રદેશોને તાત્કાલિક રાહત અને સહાય પૂરી પાડવા માટે એક પહેલ છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:-
“મ્યાનમારના સિનિયર જનરલ મહામહિમ મિન આંગ હ્લલાઈંગ સાથે વાત કરી. વિનાશક ભૂકંપમાં થયેલા જાનહાનિ પર અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરી. એક નજીકના મિત્ર અને પાડોશી તરીકે, ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકો સાથે એકજુટતા સાથે ઊભું છે. #Ope®aionBrahma ના ભાગ રૂપે આપત્તિ રાહત સામગ્રી, માનવતાવાદી સહાય, શોધ અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી મોકલવામાં આવી રહી છે.”

