National

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી થિમ્પુમાં ભૂટાનના ચતુર્થ રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુકને મળ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી થિમ્પુમાં ભૂટાનના ચતુર્થ રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુકને મળ્યા.

પ્રધાનમંત્રીએ મહામહિમ ચતુર્થ રાજાને તેમની ૭૦મી જન્મજયંતિ નિમિત્તે અભિનંદન આપ્યા અને ભારત સરકાર અને લોકો વતી, મહામહિમ ચતુર્થ રાજાને સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રીએ ભારત-ભૂટાન મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે તેમના નેતૃત્વ, સલાહ અને માર્ગદર્શન બદલ મહામહિમ ચોથા રાજાનો આભાર માન્યો. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. આ સંદર્ભમાં, તેમણે બંને દેશોના લોકોને નજીક લાવતા સહિયારા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રી થિમ્પુમાં ચાલી રહેલા વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવના ભાગ રૂપે ચાંગલિમિથાંગ સ્ટેડિયમ ખાતે કાલચક્ર દીક્ષા સમારોહમાં ભૂટાનના મહામહિમ રાજા, ભૂટાનના ચોથા રાજા અને ભૂટાનના પ્રધાનમંત્રી સાથે જાેડાયા હતા. પ્રાર્થનાની અધ્યક્ષતા ભૂટાનના મુખ્ય મઠાધિપતિ જે ખેન્પોએ કરી હતી.