National

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી અને પવિત્ર સંગમમાં સ્નાન કર્યું

સંગમ ખાતે સ્નાન એ દિવ્ય અનુભૂતિની ક્ષણ છેઃ પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી અને પવિત્ર સંગમમાં સ્નાન કર્યું.

X પર અલગ અલગ પોસ્ટ્‌સમાં તેમણે લખ્યુંઃ-

“પ્રયાગરાજમાં મહાકુંભમાં આવીને ધન્ય થઈ ગયો. સંગમમાં સ્નાન એ દિવ્ય આત્મીયતાની ક્ષણ છે અને તેમાં ભાગ લેનારા કરોડો અન્ય લોકોની જેમ, હું પણ ભક્તિની ભાવનાથી ભરાઈ ગયો હતો.

મા ગંગા બધાને શાંતિ, જ્ઞાન, સારું સ્વાસ્થ્ય અને સંવાદિતાના આશીર્વાદ આપે.”

“પ્રયાગરાજ મહાકુંભમાં આજે પવિત્ર સંગમમાં સ્નાન કર્યાં પછી મને પૂજા-અર્ચનાનું પરમ સૌભાગ્ય મળ્યું છે. મા ગંગાના આશીર્વાદ પ્રાપ્ત કરીને મનને અપાર શાંતિ અને સંતોષ મળ્યો છે. તેમની સમક્ષ તમામ દેશવાસીઓની સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી છે. હર-હર ગંગે!”

“પ્રયાગરાજના દિવ્ય-ભવ્ય મહાકુંભમાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો સંગમ દરેકને અભિભૂત કરી રહ્યો છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત આ વખતનો મહાકુંભ ઘણી રીતે ખાસ છે. જાે આપણે ખગોળશાસ્ત્ર અને પંચાંગ ગણતરીઓ પર વિશ્વાસ કરીએ, તો આ વખતે ૧૪૪ વર્ષ પછી મહાકુંભમાં એક ખાસ સંયોગ બન્યો છે. જે કુંભ સ્નાનનું મહત્વ અનેક ગણું વધારી દે છે.

૫ ફેબ્રુઆરી ૨૦૨૫ નો દિવસ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાસ છે. પીએમ મોદીએ મહાકુંભમાં ગંગા મૈયામાં પૂજા અને સ્નાન માટે આ દિવસ પસંદ કર્યો હતો. બુધવારે ભીષ્મ અષ્ટમીનો તહેવાર હતો, આ દિવસે ઉપવાસ પણ રાખવામાં આવે છે. તેને ભીષ્મ તર્પણ દિવસ પણ કહેવામાં આવે છે. ભીષ્મ પિતામહને ગંગાના પુત્ર માનવામાં આવે છે. આ તહેવાર ભીષ્મ પિતામહને સમર્પિત છે. આ દિવસ ગંગાની પૂજા અને પૂર્વજાેની પ્રાર્થના માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પીએમ મોદીએ ગંગા સ્નાન માટે આ દિવસ પસંદ કર્યો હતો. જે ગંગા સ્નાન માટે શ્રેષ્ઠ દિવસ છે.

જે સમયે પીએમ મોદીએ પૂજા કરી અને મહાકુંભમાં સ્નાન કર્યું, તે સમયે ભરણી નક્ષત્ર હતું. ભરણી નક્ષત્ર મેષ રાશિ હેઠળ આવે છે. તે નક્ષત્રમાં બીજા સ્થાને છે. આ નક્ષત્ર મૃત્યુના દેવતા યમ સાથે સંબંધિત છે. આ નક્ષત્રમાં પૂજા કરવાથી મંગળ અને શુક્ર ગ્રહની શુભતામાં વધારો થાય છે. આ નક્ષત્રનો સ્વામી શુક્ર છે. જે પ્રેમ, સુંદરતા અને કલાત્મકતા સાથે સંબંધિત છે. ભરણી નક્ષત્રની ગણતરી શક્તિશાળી નક્ષત્રોમાં થાય છે.