National

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૧૦ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ વાગ્યે દૂરદર્શન સહિત અનેક પ્લેટફોર્મ પર દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે

પરીક્ષા પે ચર્ચામાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ૩૬ વિદ્યાર્થીઓ પીએમ મોદી સાથે સીધી વાતચીત કરશે

બહુપ્રતીક્ષિત પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫ (ઁઁઝ્ર ૨૦૨૫) ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાવાની છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે અને પરીક્ષાની તૈયારી, તણાવ વ્યવસ્થાપન અને વ્યક્તિગત વિકાસ પર સમજણ આપશે.

આ વર્ષે પ્રત્યેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ૩૬ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જે રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ બોર્ડ સરકારી સ્કૂલો, કેન્દ્રીય વિદ્યાલય, સૈનિક સ્કૂલ, એકલવ્ય મોડેલ રહેણાંક સ્કૂલ, સીબીએસઈ અને નવોદય વિદ્યાલયમાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ છે. જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ પ્રેરણા શાળા કાર્યક્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. કલા ઉત્સવ અને વીર ગાથાના વિજેતાઓ છે. આ વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી સાથે સીધા જાેડાવા માટે પસંદ કરવામાં આવ્યા છે – જે આ આવૃત્તિને ભારતની વિવિધતા અને સમાવેશકતાનું સાચું પ્રતિબિંબ બનાવે છે.

એક નવો પરિમાણ ઉમેરીને ઁઁઝ્ર ૨૦૨૫ આઠ એપિસોડમાં એક નવા રોમાંચક પ્રારૂપમાં પ્રસારિત થશે. પ્રધાનમંત્રી સાથેની પહેલી વાતચીત સીધી દૂરદર્શન, સ્વયં, સ્વયંપ્રભા, ઁસ્ર્ં યુટ્યુબ ચેનલ અને શિક્ષણ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની સોશિયલ મીડિયા ચેનલો પર સીધી પ્રસારિત કરવામાં આવશે. જેથી સમગ્ર દેશભરના દર્શકો આ સમૃદ્ધ અનુભવમાં ભાગ લઈ શકે.

ઁઁઝ્રને જન આંદોલન બનવાની સાથે, આપણા બાળકોની શારીરિક અને માનસિક સુખાકારીને નોંધપાત્ર સમુદાય જાેડાણ દ્વારા સંબોધવામાં આવી રહી છે. તે મુજબ, ૮મી આવૃત્તિ એટલે કે, ઁઁઝ્ર ૨૦૨૫માં વિવિધ ક્ષેત્રોની પ્રખ્યાત હસ્તીઓ સામેલ થશે. જેઓ ઁઁઝ્રના ૭ પછીના એપિસોડમાં જીવન અને શિક્ષણના મુખ્ય પાસાઓ પર વિદ્યાર્થોને માર્ગદર્શન આપતા પોતાના અનુભવો અને જ્ઞાન શેર કરશે. આ સત્રોમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો, વિવિધ શૈક્ષણિક સંગઠનો અને રાષ્ટ્રીય સ્તરની શાળા સ્પર્ધાઓમાંથી પસંદગીની પ્રક્રિયા દ્વારા પણ પસંદ કરવામાં આવ્યા હતા. વિવિધ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા આ એપિસોડમાં સામેલ છેઃ

રમતગમત અને શિસ્તઃ એમ સી મેરી કોમ, અવની લેખારા અને સુહાસ યતિરાજ શિસ્ત દ્વારા ધ્યેય નિર્ધારણ, સ્થિતિસ્થાપકતા અને તણાવ વ્યવસ્થાપન વિશે વાત કરશે.

માનસિક સ્વાસ્થ્યઃ દીપિકા પાદુકોણ ભાવનાત્મક કલ્યાણ અને આત્મ-અભિવ્યક્તિના મહત્વ પર ચર્ચા કરશે.

પોષણઃ સોનાલી સબરવાલ અને રુજુતા દિવેકર સ્વસ્થ ખાવાની આદતો અને શૈક્ષણિક સફળતામાં ગુણવત્તાયુક્ત ઊંઘની ભૂમિકા પર પ્રકાશ પાડશે. ફૂડ ફાર્મર તરીકે જાણીતા રેવંત હિમત્સિંગકા સ્વસ્થ જીવનશૈલી જીવવા માટેની જાણકારી આપશે.

ટેકનોલોજી અને નાણાકીયઃ ગૌરવ ચૌધરી (ટેકનિકલ ગુરુજી) અને રાધિકા ગુપ્તા સ્માર્ટ શિક્ષણ અને નાણાકીય સાક્ષરતા માટે ટેકનોલોજીને એક સાધન તરીકે શોધશે.

સર્જનાત્મકતા અને સકારાત્મકતાઃ વિક્રાંત મેસી અને ભૂમિ પેડનેકર વિદ્યાર્થીઓને નકારાત્મક વિચારોની કલ્પના કરવા અને મુક્ત કરવા માટે પ્રેરણા આપશે, જેનાથી સકારાત્મક માનસિકતાનો વિકાસ થશે.

માઇન્ડફુલનેસ અને માનસિક શાંતિઃ સદગુરુ વિદ્યાર્થીઓને માનસિક સ્પષ્ટતા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવા માટે વ્યવહારુ માઇન્ડફુલનેસ તકનીકો શેર કરશે.

સફળતાની વાર્તાઓઃ UPSC, IIT-JEE, CLAT, CBSE, NDA, ICSE વગેરે જેવી વિવિધ પરીક્ષાઓના ટોપર્સ અને ઁઁઝ્રની પાછલી આવૃત્તિના સહભાગીઓ કેવી રીતે પરીક્ષા પે ચર્ચાએ તેમની તૈયારીની વ્યૂહરચનાઓને પ્રભાવિત કરી અને તેમને પ્રેરિત રાખ્યા તે શેર કરશે.

૨૦૧૮માં તેની શરૂઆત થઈ ત્યારથી પરીક્ષા પે ચર્ચા એક રાષ્ટ્રવ્યાપી આંદોલન તરીકે વિકસિત થયું છે અને આ વર્ષની આવૃત્તિએ ૫ કરોડથી વધુ લોકોની ભાગીદારી સાથે અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે. જે તેને અત્યાર સુધીની સૌથી આકર્ષક અને પ્રભાવશાળી આવૃત્તિ બનાવે છે.

શિક્ષણ મંત્રાલયે ખાતરી કરવા માટે ખાસ પ્રયાસો કર્યા છે કે તમામ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે, જે પરીક્ષા પે ચર્ચાને એક પરિવર્તનશીલ પહેલ બનાવે છે જે યુવા મનને પોષે છે, તેમને શૈક્ષણિક સફળતા અને વ્યક્તિગત વિકાસ તરફ દોરી જાય છે.

લાઇવ અપડેટ્‌સ, ભાગીદારીની વિગતો અને વિશિષ્ટ આંતરદૃષ્ટિ માટે, શિક્ષણ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જાેડાયેલા રહો.