National

સંસદનો પ્રશ્નઃ દરિયાકાંઠાના વિસ્તારોમાં મેન્ગ્રોવ સંરક્ષણ

સરકારે નિયમનકારી અને પ્રોત્સાહક પગલાં દ્વારા દરિયાકાંઠાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેન્ગ્રોવ જંગલોના રક્ષણ અને વૃદ્ધિ માટે અનેક પગલાં લીધાં છે. નિયમનકારી પગલાંમાં પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૬ હેઠળ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (ઝ્રઇઢ) નોટિફિકેશન (૨૦૧૯); વાઇલ્ડ લાઇફ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨; ભારતીય વન અધિનિયમ, ૧૯૨૭; જૈવિક વિવિધતા અધિનિયમ, ૨૦૦૨ અને સમયાંતરે સુધારેલા આ કાયદાઓ હેઠળના નિયમોનો સમાવેશ થાય છે.

પ્રોત્સાહક પગલાંમાં “મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્‌સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ “નો સમાવેશ થાય છે – જે ભારત સરકાર દ્વારા ૫ જૂન ૨૦૨૩ના રોજ દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને દરિયાકાંઠાના ઇકોસિસ્ટમ અને રહેઠાણોની ટકાઉપણું જાળવવા અને વધારવા માટે મેન્ગ્રોવને પુનઃસ્થાપિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ એક નવો કાર્યક્રમ છે.

CAMPA નો ઉદ્દેશ્ય ૯ દરિયાકાંઠાના રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા લગભગ ૫૪૦ સ્ક્વેર કિમીના વિસ્તારમાં મેન્ગ્રોવ્સને પુનઃસ્થાપિત/વનીકરણ કરવાનો છે. સ્ૈંજીૐ્‌ૈં પહેલનો અમલ રાષ્ટ્રીય વળતર આપનાર વનીકરણ ભંડોળ વ્યવસ્થાપન અને આયોજન સત્તામંડળ દ્વારા પૂરા પાડવામાં આવતા ગેપ ફંડિંગ સાથે સંકલન દ્વારા કરવામાં આવે છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં નબળા થયેલા મેન્ગ્રોવ્સ વિસ્તારના પુનઃસ્થાપન માટે ઝ્રછસ્ઁછ તરફથી આંધ્રપ્રદેશ, ગુજરાત, કેરળ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીને ?૧૭.૯૬ કરોડની નાણાકીય સહાય આપવામાં આવી છે.

ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ ૨૦૨૩ મુજબ, ભારતનો કુલ મેન્ગ્રોવ કવર ૪,૯૯૧.૬૮ કિમીસ્ર્ છે, જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના ૦.૧૫% છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મેન્ગ્રોવ કવર છે, જે ૪૨.૪૫% છે. ત્યારબાદ ગુજરાત ૨૩.૬૬% અને આંદામાન અને નિકોબાર ટાપુઓ ૧૨.૩૯% છે.ISFR-2023 મુજબ, ૨૦૦૧થી ૨૦૨૩ દરમિયાન ગુજરાતમાં મેન્ગ્રોવ કવરમાં ૨૫૩.૦૬ કિમીસ્ર્નો વધારો થયો છે. નિયમનકારી અને પ્રમોશનલ પગલાંના અસરકારક અમલીકરણથી ગુજરાતમાં મેન્ગ્રોવ કવરમાં વધારો થયો છે. જેમાં સફળ જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા મોટા પાયે વાવેતર પહેલ, સક્રિય સમુદાય જાેડાણ અને અસરકારક સંરક્ષણ પગલાંનો સમાવેશ થાય છે.

આ માહિતી કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી કીર્તિ વર્ધન સિંહ દ્વારા રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપવામાં આવી હતી.