શુક્રવારે ખાસ સઘન સુધારા બાદ જાહેર કરાયેલી તમિલનાડુની ડ્રાફ્ટ યાદીમાંથી ૯૭ લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. સ્થળાંતર, મૃત્યુ, ડુપ્લિકેશન જેવા અનેક કારણોસર ૯૭ લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે.
તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, ૬૬.૪ લાખ લોકોને ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે કારણ કે તેઓ સ્થળાંતરિત થયા છે, ૨૬.૯ લાખ મૃત મળી આવ્યા હતા અને ૩.૯૮ લાખ મતદારો અનેક સ્થળોએ નોંધાયેલા જાેવા મળ્યા હતા.
તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ૫.૪૩ કરોડ મતદારો પાસેથી ગણતરી ફોર્મ એકત્રિત કરવામાં આવ્યા છે, જે રાજ્યના કુલ મતદારોના ૮૪.૮૧ ટકા છે.
ચૂંટણી પંચ કાર્યાલયે એમ પણ કહ્યું કે ૧૯ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં, “૬,૪૧,૧૪,૫૮૭ મતદારોમાંથી, ૫,૪૩,૭૬,૭૫૫ મતદારોએ તેમના ગણતરી ફોર્મ સબમિટ કર્યા છે, જે જીૈંઇના પ્રથમ તબક્કામાં ભારે ભાગીદારી દર્શાવે છે.”

