તમિલનાડુમાંથી એક ભયંકર માર્ગ અકસ્માતનો કિસ્સો બન્યો હતો જેમાં એક ટીપરની લારી અને બસ વચ્ચે જાેરદાર અથડામણ થઈ હતી, આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા.
તમિલનાડુમાંથી એક માર્ગ અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. એક ટિપર લારી અને બસ સામસામે અથડાયા, જેના પરિણામે ૫ લોકોના મોત થયા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ દુર્ઘટના શુક્રવારે તમિલનાડુના કેજી કંડિગાઈ વિસ્તારમાં તિરુથન્ની પાસે થઈ હતી. મુસાફરોથી ભરેલી બસ પાછળથી આવતી ટિપર લારી સાથે અથડાઈ હતી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું.
આ અકસ્માતમાં બસ અને લારી વચ્ચેની ભયાનક અથડામણમાં ૫ મુસાફરોના મોત થયા હતા અને ૧૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોએ અકસ્માતની જાણ તિરુથાની પોલીસ સ્ટેશનમાં કરી. માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલ્યા હતા.

