મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો હતો જેમાં સોહાગી પહાડની નજીક ચાલતા ઑટો રિક્ષા પર સીમેન્ટની શીટ ભરેલો ટ્રક ઑટો રિક્ષા પર પલટી ગયો. ઑટો રિક્ષામાં સવાર ૮માંથી ૭ તીર્થયાત્રીઓના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.
આ અકસ્માત મામલે મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, તીર્થયાત્રીઓ પ્રયાગરાજથી ગંગા સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા. ઑટો રિક્ષામાં સવાર તમામ તીર્થયાત્રી મઉગંજના નિવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

