જમ્મુ-કાશ્મીરના પહલગામ ની ઘટના બાદ એર ઈન્ડિયાનો મોટો ર્નિણય
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર ભયાનક આતંકી હુમલો થયો હતો જે બાદ એર ઇન્ડિયા દ્વારા હવાઇ યાત્રીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં એર ઇન્ડિયા દ્વારા શ્રીનગર અવર-જવર કરનારા યાત્રીઓ માટે કેન્સલેશન અને રીશેડ્યૂલ ચાર્જ હટાવી દીધા છે. આ સુવિધા ૩૦, એપ્રિલ સુધી બુક કરેલી એર ટિકિટ પર લાગુ થશે. સાથે જ એર ઇન્ડિયા દ્વારા ૨૩, એપ્રિલથી શ્રીનગરથી દિલ્હી અને મુંબઇ માટે બે વધારાની ફ્લાઇટનું એલાન પણ કરવામાં આવ્યું હતું.
પહલગામમાં લશ્કર એ તૌયબા સાથે જાેડાયેલા આતંકીઓએ દક્ષિણ કાશ્મિરના પગલગામમાં બૈસરણ ઘાટીમાં પ્રવાસીઓ પર હુમલો કરી દીધો હતો. જેમાં ૨૬ લોકોના મોત નિપજ્યા છે અને ૧૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. હમલાની જવાબદારી ધ રેજીસ્ટેંસ ફ્રંટ નામના સંગઠને લીધી છે.
એર ઇન્ડિયા દ્વારા ટ્વીટર (એક્સ) પર એક પોસ્ટ મુકીને જણાવ્યું હતું કે, શ્રીનગર અવવા-જવા માટે એપ્રિલના આખરી દિન સુધીની ફ્લાઇટ બુકીંગના કેન્સલેસન અથવા રીશેડ્યૂલ માટેના ચાર્જિસમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોઇ પણ પ્રકારની મદદ માટે યાત્રીઓ ૬૯૩૨૯૩૩૩ અને ૦૧૧ ૬૯૩૨૯૯૯૯ નંબર પર સંપર્ક કરી શકે છે.

