ઉત્તર પ્રદેશની એક શાળાના છાત્રાલયમાં છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીનું શંકાસ્પદ સંજાેગોમાં મૃત્યુ થયું, જેના કારણે પોલીસે તપાસ શરૂ કરી. પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, ૧૩ વર્ષનો અનુરાગ કાસગંજ જિલ્લાનો રહેવાસી હતો અને ગુરુકુલ સ્કૂલના હોસ્ટેલમાં રહેતો હતો.
મંગળવારે સવારે, જ્યારે ક્લાસ મોનિટર તેને જગાડવા ગયો, ત્યારે તેણે અનુરાગના નાક અને કાનમાંથી લોહી નીકળતું જાેયું. છોકરાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો, અધિકારીએ જણાવ્યું.
દ્વિવેદીએ કહ્યું કે પરિવારે હજુ સુધી ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી, પરંતુ કેસની તપાસ માટે છ પોલીસ ટીમો બનાવવામાં આવી છે.
તેમણે, અધિક પોલીસ અધિક્ષક દીક્ષા ભાવરે સાથે, શાળાની મુલાકાત લીધી, સાથી વિદ્યાર્થીઓ અને સ્ટાફના નિવેદનો નોંધ્યા, અને અધિકારીઓને તપાસ ઝડપી બનાવવા સૂચના આપી.