National

કાર્ગો વજન અને કદમાં વલણ

મુખ્ય બંદરો પર હેન્ડલ કરાયેલ કાર્ગોનો જથ્થો ૨૦૧૪-૧૫માં ૫૮૧.૩૪ મિલિયન ટનથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૮૧૯.૨૩ મિલિયન ટન થયો છે. જે ૩.૫% ઝ્રછય્ઇ છે, જે વૈશ્વિક ધોરણો સાથે તુલનાત્મક છે. ૨૦૨૩-૨૪ દરમિયાન, હેન્ડલ કરાયેલ કાર્ગોમાં ૩૩.૮૦% પ્રવાહી જથ્થો, ૪૪.૦૪% સૂકો જથ્થો અને ૨૨.૧૬% કન્ટેનર કાર્ગોનો સમાવેશ થતો હતો. મુખ્ય બંદરોનો માળખાકીય વિકાસ અને ક્ષમતામાં વધારો એક સતત પ્રક્રિયા છે.

તેમાં નવા બર્થ અને ટર્મિનલનું બાંધકામ, હાલના બર્થ અને ટર્મિનલનું યાંત્રીકરણ, મોટા જહાજાેને આકર્ષવા માટે ડ્રાફ્ટ્‌સને ઊંડા કરવા માટે કેપિટલ ડ્રેજિંગ, રોડ અને રેલ કનેક્ટિવિટીનો વિકાસ વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં, મહારાષ્ટ્રના વાધવન બંદરને દેશમાં મેગા કન્ટેનર પોર્ટ તરીકે વિકસાવવાની મંજૂરી આપવામાં આવી છે. જે નવી પેઢીના મેગા કદના કન્ટેનર જહાજાેને હેન્ડલ કરવાની જરૂરિયાતને પૂર્ણ કરે છે.

મુખ્ય બંદરો, રાજ્ય મેરીટાઇમ બોર્ડ, રેલ્વે મંત્રાલય અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય સાથેના પરામર્શના આધારે, સપ્ટેમ્બર ૨૦૨૨માં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા તૈયાર કરાયેલ કોમ્પ્રીહેન્સિવ પોર્ટ કનેક્ટિવિટી પ્લાન માં મુખ્ય અને બિન-મુખ્ય બંદરો માટે ૧૦૭ રોડ અને રેલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગેપ ઓળખવામાં આવ્યા છે અને તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્‌સનો હેતુ બંદરો અને સ્થાનિક ઉત્પાદન / વપરાશ કેન્દ્રો વચ્ચે કનેક્ટિવિટી વધારવાનો છે.

આ માહિતી કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.