National

કેન્દ્ર સરકારે મે ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૩૮ વિદેશ પ્રવાસો પર ૨૫૮.૯ કરોડ રૂપિયા ખર્ચ કર્યા

કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે, જૂન ૨૦૨૩માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પર ૨૨ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. જ્યારે ૨૦૨૨ અને ૨૦૨૪ વચ્ચે તેમની ૩૮ વિદેશ યાત્રાઓ પર કુલ ૨૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, જેમાં હોટલ, સુરક્ષા અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા ૩ વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો માંગી હતી. આ મુદ્દે વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરિટાએ રાજ્યસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે વર્ષ મે ૨૦૨૨થી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો પર કેટલો ખર્ચ થયો હતો.

રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ, ૩૨ મહિનામાં તેમણે ૩૮ વિદેશયાત્રાઓ કરી હતી, જેમાં કુલ ૨૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. નેપાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો ૮૦,૦૧,૪૮૩ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કે જૂન, ૨૦૨૩માં અમેરિકાની મુલાકાત દરમિયાન સૌથી વધુ ૨૨,૮૯,૬૮,૫૦૯ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

• વર્ષ ૨૦૨૨માં વડાપ્રધાન મોદી મે મહિનામાં જર્મની, ડેન્માર્ક, ફ્રાન્સ, નેપાળ અને જાપાન ગયા હતા. એ જ વર્ષે તેઓ જૂન મહિનામાં યુએઈ અને જર્મની, સપ્ટેમ્બરમાં જાપાન અને ઉઝબેકિસ્તાન તથા નવેમ્બરમાં ઇન્ડોનેશિયા ગયા હતા.

• વર્ષ ૨૦૨૩માં તેઓ મે મહિનામાં પાપુઆ ન્યૂ ગિની, ઓસ્ટ્રેલિયા અને જાપાન ગયા હતા. જૂનમાં અમેરિકા અને ઈજિપ્ત, જુલાઈમાં ફ્રાન્સ અને યુએઈ, ઑગસ્ટમાં દક્ષિણ આફ્રિકા અને ગ્રીસ, સપ્ટેમ્બરમાં ઇન્ડોનેશિયા તથા નવેમ્બર-ડિસેમ્બરમાં યુએઈ ગયા હતા.

• વર્ષ ૨૦૨૪માં તેઓ ફેબ્રુઆરી મહિનામાં યુએઈ અને કતાર, માર્ચમાં ભૂટાન, જૂનમાં ઈટલી, જુલાઈમાં ઓસ્ટ્રિયા અને રશિયા, ઑગસ્ટમાં પોલેન્ડ અને યુક્રેન, સપ્ટેમ્બરમાં બ્રુનેઈ, અમેરિકા અને સિંગાપોર, ઑક્ટોબરમાં લાઓસ અને રશિયા, નવેમ્બરમાં નાઈજિરિયા, બ્રાઝિલ અને ગુયાના તથા ડિસેમ્બરમાં કુવૈત ગયા હતા.

૨૦૨૨માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ:-

દેશ ખર્ચ (રૂપિયા)
જર્મની ૯,૪૪,૪૧,૫૬૨.૦૦
ડેનમાર્ક ૫,૪૭,૪૬,૯૨૧.૦૦
ફ્રાન્સ ૧,૯૫,૦૩,૯૧૮.૦૦
નેપાળ ૮૦,૦૧,૪૮૩.૦૦
જાપાન ૮,૬૮,૯૯,૩૭૨.૦૦
યુએઈ ૧,૬૪,૯૨,૬૦૫.૦૦
જર્મની ૧૪,૪૭,૨૪,૪૧૬.૦૦
જાપાન ૭,૦૮,૦૩,૪૧૧.૦૦
ઉઝબેકિસ્તાન ૧,૫૭,૨૬,૭૦૯.૦૦
ઇન્ડોનેશિયા ૪,૬૯,૫૨,૯૬૪.૦૦

૨૦૨૩માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ:-

દેશ ખર્ચ (રૂપિયા)
પાપુઆ ન્યુ ગિની ૮,૫૮,૦૪,૬૭૭.૦૦
ઓસ્ટ્રેલિયા ૬,૦૬,૯૨,૦૫૭.૦૦
જાપાન ૧૭,૧૯,૩૩,૩૫૬.૦૦
અમેરિકા ૨૨,૮૯,૬૮,૫૦૯.૦૦
ઈજિપ્ત ૨,૬૯,૦૪,૦૫૯.૦૦
ફ્રાન્સ ૧૩,૭૪,૮૧,૫૩૦.૦૦
યુએઈ ૧,૪૫,૦૬,૯૬૫.૦૦
દક્ષિણ આફ્રિકા ૬,૧૧,૩૭,૩૫૫.૦૦
ગ્રીસ ૬,૯૭,૭૫,૭૫૩.૦૦
ઈન્ડોનેશિયા ૩,૬૨,૨૧,૮૪૩.૦૦
યુએઈ ૪,૨૮,૮૮,૧૯૭.૦૦

૨૦૨૪માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ:-

દેશ ખર્ચ
યુએઈ ૫,૩૧,૯૫,૪૮૫.૦૦
કતાર ૩,૧૪,૩૦,૬૦૭.૦૦
ભુતાન ૪,૫૦,૨૭,૨૭૧.૦૦
ઈટાલી ૧૪,૩૬,૫૫,૨૮૯.૦૦
ઑસ્ટ્રિયા ૪,૩૫,૩૫,૭૬૫.૦૦
રશિયા ૫,૩૪,૭૧,૭૨૬.૦૦
પોલેન્ડ ૧૦,૧૦,૧૮,૬૮૬.૦૦
યુક્રેન ૨,૫૨,૦૧,૧૬૯.૦૦
બ્રુનેઈ ૫,૦૨,૪૭,૪૧૦.૦૦
અમેરિકા ૧૫,૩૩,૭૬,૩૪૮.૦૦
સિંગાપોર ૭,૭૫,૨૧,૩૨૯.૦૦
લાઓસ ૩,૦૦,૭૩,૦૯૬.૦૦
રશિયા ૧૦,૭૪,૯૯,૧૭૧.૦૦
નાઈજિરીયા ૪,૪૬,૦૯,૬૪૦.૦૦
બ્રાઝિલ ૫,૫૧,૮૬,૫૯૨.૦૦
ગુયાના ૫,૪૫,૯૧,૪૯૫.૦૦
કુવૈત ૨,૫૪,૫૯,૨૬૩.૦૦