National

ચૂંટણી પંચની ટીમ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના દિલ્હી સ્થિત ઘર કપૂરથલા હાઉસની તપાસ કરવા પહોંચી

દિલ્હીના સીએમ આતિશીએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને દરોડાની માહિતી શેર કરી

આમ આદમી પાર્ટી દ્વારા તેવો દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચની ટીમ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના દિલ્હી સ્થિત ઘર કપૂરથલા હાઉસની તપાસ કરવા પહોંચી છે. ચૂંટણી પંચના અધિકારીનું કહેવું છે કે રોકડ વિતરણ અંગે ફરિયાદ મળ્યા બાદ ચૂંટણી પંચની ટીમ અહીં પહોંચી હતી. સી વિજિલ એપ પર રોકડ વિતરણ અંગે ફરિયાદ મળી હતી કે અહીં રોકડ વિતરણ થઈ રહ્યું છે. કપૂરથલા હાઉસની બહાર ઉભા રહેલા ચૂંટણી પંચના અધિકારીઓ અને દિલ્હી પોલીસના અધિકારીઓ.

દિલ્હીના સીએમ આતિશીએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને દરોડાની માહિતી આપી છે. તેમણે લખ્યું કે દિલ્હી પોલીસ ભગવંત માનજીના ઘરે દરોડા પાડવા પહોંચી ગઈ છે. ભાજપના લોકો દિવસે દિવસે પૈસા, જૂતા અને ચાદર વહેંચી રહ્યા છે – તે દેખાતું નથી. તેના બદલે, તેઓ ચૂંટાયેલા મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર દરોડા પાડવા પહોંચે છે. વાહ ભાજપ! દિલ્હીના લોકો ૫ તારીખે પોતાનો જવાબ આપશે!

ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કપૂરથલા હાઉસમાં પૈસાની વહેંચણી અંગે ફરિયાદ મળી હતી અને તેઓ તેની તપાસ કરવા આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચના અધિકારીઓને પંજાબના મુખ્યમંત્રી ગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી.

રિટર્નિંગ ઓફિસર ઓપી પાંડેએ જણાવ્યું હતું કે ષ્ઠફૈંય્ૈંન્ એપ દ્વારા પૈસાના વિતરણ અંગે ફરિયાદ મળી હતી. ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ અહીં આવી હતી, જેને પ્રવેશવાની મંજૂરી નહોતી. તેઓ પરિસરમાં પ્રવેશવાની પરવાનગીની રાહ જાેઈ રહ્યા છે. તેમણે ૧૦૦ મિનિટમાં ફરિયાદનો ઉકેલ લાવવાનો રહેશે. તેમની ટીમ કેમેરાપર્સન સાથે પ્રવેશવાની પરવાનગી માંગી રહી છે.