વિશ્વના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ ટાઈમ ઝોનને કારણે દરેક દેશનું નવું વર્ષ અલગ-અલગ સમયે શરૂ થાય છે. નવું વર્ષ સૌપ્રથમ ક્રિસમસ આઇલેન્ડમાં ઉજવવામાં આવ્યું હતું. આ ટાપુ કિરીબાતી રિપબ્લિકનો ભાગ છે. તે ભારતથી ૭.૩૦ કલાક આગળ છે. કુલ ૪૧ દેશો ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે.
ન્યૂઝીલેન્ડના રહેવાસીઓએ પણ ૨૦૨૫નું સ્વાગત કર્યું. વિશ્વમાં પ્રથમ નવું વર્ષ ક્રિસમસ આઇલેન્ડ પર સવારે ૩.૩૦ વાગ્યે શરૂ થયું હતું. આ ટાપુ પેસિફિક મહાસાગરમાં સ્થિત છે અને કિરીબાતી પ્રજાસત્તાકનો ભાગ છે અહીંનો સમય ભારત કરતાં ૭.૩૦ કલાક આગળ છે, એટલે કે જ્યારે ભારતમાં ૩ઃ૩૦ થાય છે, ત્યારે કિરીબાતીમાં નવું વર્ષ શરૂ થાય છે. આ પછી ન્યુઝીલેન્ડનામાં પણ નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે.
ન્યુઝીલેન્ડે વર્ષ ૨૦૨૫નું ફટાકડા ફોડીને સ્વાગત કર્યું. ઓકલેન્ડમાં લોકોએ નવા વર્ષની ઉજવણી શરૂ કરી દીધી છે. ભારતમાં મધરાત ૧૨ પછી નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. ન્યૂઝીલેન્ડ દ્વારા નવા વર્ષ ૨૦૨૫નું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓકલેન્ડમાં આઇકોનિક સ્કાય ટાવર ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષ નિમિત્તે વિશ્વના ઘણા શહેરોમાં શાનદાર આતશબાજીનું આયોજન કરવામાં આવે છે.
સિડની (ઓસ્ટ્રેલિયા)માં સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર જબરદસ્ત આતશબાજી થાય છે, જેને લાખો લોકો લાઈવ નિહાળે છે. ન્યૂ યર ૨૦૨૫ કાઉન્ટડાઉન પછી ન્યૂયોર્ક (યુએસએ) માં ટાઇમ્સ સ્ક્વેર ખાતે અદભૂત આતશબાજી જાેવા મળે છે. રિયો ડી જાનેરો (બ્રાઝિલ)માં કોપાકાબાના બીચ અને કેનબેરા (ઓસ્ટ્રેલિયા)માં લેક બર્લી ગ્રિફીન ખાતે નવા વર્ષ માટે વિશેષ શો પણ યોજવામાં આવે છે.
કિરીટીમાટી ટાપુમાં નવા વર્ષની શરૂઆતની થોડી મિનિટો પછી ન્યૂઝીલેન્ડના ટોંગા અને ચાથમ ટાપુઓમાં પણ નવું વર્ષ ઉજવવામાં આવે છે. સૌથી છેલ્લે, દક્ષિણ પેસિફિકમાં અમેરિકન સમોઆ અને નિયુ ટાપુઓમાં નવું વર્ષ ઉજવવામાં આવે છે.
નવા વર્ષનું જશ્ન
૪ઃ૩૦ – ન્યુઝીલેન્ડ
૫ઃ૩૦ – ફિજી અને રશિયાના કેટલાક શહેરો
૬ઃ૩૦ – ઓસ્ટ્રેલિયાના કેટલાક શહેરો
૮ઃ૩૦ – જાપાન, દક્ષિણ કોરિયા
૮ઃ૪૫ – પશ્ચિમ ઓસ્ટ્રેલિયા
૯ઃ૩૦ – ચીન, ફિલિપાઇન્સ
૧૦ઃ૩૦ – ઇન્ડોનેશિયા