National

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિએ ૫ રાજ્યોને વધારાની કેન્દ્રીય સહાય માટે રૂ. ૧૫૫૪.૯૯ કરોડની મંજૂરી આપી

આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, ઓરિસ્સા, તેલંગાણા અને ત્રિપુરાને ૨૦૨૪ દરમિયાન આવેલા પૂર/આકસ્મિક પૂર, ભૂસ્ખલન, ચક્રવાતી તોફાન માટે ભંડોળ મળશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના અધ્યક્ષપદે ઉચ્ચ-સ્તરીય સમિતિએ વર્ષ ૨૦૨૪ દરમિયાન પૂર, આકસ્મિક પૂર, ભૂસ્ખલન, ચક્રવાતી તોફાનથી પ્રભાવિત પાંચ રાજ્યોને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ હેઠળ રૂ. ૧૫૫૪.૯૯ કરોડની વધારાની કેન્દ્રીય સહાય મંજૂર કરી છે. આ કુદરતી આફતોનો સામનો કરનારા પાંચ રાજ્યોના લોકોને મદદ કરવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારનો સંકલ્પ દર્શાવે છે.

ઉચ્ચ-સ્તરીય સમિતિએ દ્ગડ્ઢઇહ્લમાંથી પાંચ રાજ્યોને રૂ. ૧૫૫૪.૯૯ કરોડની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી, જે જીડ્ઢઇહ્લમાં ઉપલબ્ધ વર્ષ માટે ઓપનિંગ બેલેન્સના ૫૦%ના સમાયોજનને આધીન છે. રૂ. ૧૫૫૪.૯૯ કરોડની કુલ રકમમાંથી, આંધ્રપ્રદેશ માટે રૂ. ૬૦૮.૦૮ કરોડ, નાગાલેન્ડ માટે રૂ. ૧૭૦.૯૯ કરોડ, ઓરિસ્સા માટે રૂ. ૨૫૫.૨૪ કરોડ, તેલંગાણા માટે રૂ. ૨૩૧.૭૫ કરોડ અને ત્રિપુરા માટે રૂ. ૨૮૮.૯૩ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ વધારાની સહાય કેન્દ્ર દ્વારા રાજ્યોને રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (જીડ્ઢઇહ્લ)માં જાહેર કરાયેલા ભંડોળ ઉપરાંતની છે, જે પહેલાથી જ રાજ્યોને સોંપવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કેન્દ્ર સરકારે જીડ્ઢઇહ્લમાં ૨૭ રાજ્યોને રૂ. ૧૮,૩૨૨.૮૦ કરોડ અને દ્ગડ્ઢઇહ્લમાંથી ૧૮ રાજ્યોને રૂ. ૪,૮૦૮.૩૦ કરોડ રાજ્ય આપત્તિ નિવારણ ભંડોળ માંથી ૧૪ રાજ્યોને રૂ. ૨૨૦૮.૫૫ કરોડ અને રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળ માંથી ૮ રાજ્યોને રૂ. ૭૧૯.૭૨ કરોડ ફાળવ્યા છે.

કેન્દ્ર સરકારે આફતો પછી તરત જ ઔપચારિક મેમોરેન્ડમ પ્રાપ્ત થયાની રાહ જાેયા વિના આ રાજ્યોમાં આંતર-મંત્રી કેન્દ્રીય ટીમો નિયુક્ત કરી હતી.