National

૧ ઓક્ટોબર, ૨૦૨૬ થી બે તબક્કામાં જાતિગત વસ્તી ગણતરી થવાની શક્યતાઓ

બુધવારે (૪ જૂન) સૂત્રોએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય જાતિ વસ્તી ગણતરી, જાતિ ગણતરી કવાયત સાથે, ૧ ઓક્ટોબર, ૨૦૨૬ થી શરૂ થવાની સંભાવના છે. મોદી સરકાર બે તબક્કામાં જાતિ વસ્તી ગણતરી હાથ ધરવાની યોજના ધરાવે છે.

લગભગ ૯૪ વર્ષ પછી દેશભરમાં જાતિગત વસ્તી ગણતરી થશે.

જાતિગત વસ્તી ગણતરી બે તબક્કામાં યોજાશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, જાતિગત વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. જાતિગત વસ્તી ગણતરી ચાર પર્વતીય રાજ્યો – જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ – થી ૧ ઓક્ટોબર, ૨૦૨૬ થી શરૂ થશે. આ કવાયત અન્ય રાજ્યોમાં ૧ માર્ચ, ૨૦૨૭ થી યોજાશે.

ઉલ્લેખનીય છે કે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિએ ૩૦ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ ર્નિણયને મંજૂરી આપી હતી. માહિતી પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વસ્તી ગણતરી પારદર્શક રીતે કરવામાં આવશે.