National

તેલંગાણા સરકારે રાજ્યમાં ચાલતી તમામ સ્કુલોમાં તેલુગુ ભાષાને જરૂરી વિષય તરીકે લાગુ કરવાનો આદેશ જાહેર કર્યો

મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની આગેવાની હેઠળની તેલંગાણા સરકારે બુધવારે સીબીએસઈ, આઈસીએસઈ, આઈબી અને તેલંગાણાના અન્ય બોર્ડ-સંલગ્ન સ્કુલોમાં તેલુગુને જરૂરી વિષય તરીકે લાગુ કરવાનો આદેશ જાહેર કર્યો. ૨૦૨૫-૨૬ શૈક્ષણિક સત્રમાં ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ માટે તેલુગુને જરૂરી વિષય તરીકે લાગુ કરવામાં આવશે.

૨૦૨૬-૨૭ શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે આ વિષય જરૂરી હશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણ અને પરીક્ષાઓ માટે તેલુગુ ‘સિંગીડી’ ને સીબીએસઈ વિષય યાદી અનુસાર ૦૮૯ કોડ સાથે સરળ તેલુગુ ‘વેનેલા’ થી બદલી દેવામાં આવશે.

એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેલંગાણા (સ્કુલોમાં તેલુગુનું જરૂરી શિક્ષણ અને શીખવું) એક્ટ, ૨૦૧૮ અનુસાર સીબીએસઈ, આઈસીએસઈ અને આઈબી સ્કુલોમાં પણ તેલુગુ શિક્ષણ જરૂરી હોવું જાેઈએ.

ઉલ્લેખનીય છે કે, તેલંગાણા સરકારે આ ર્નિણય ત્યારે કર્યો છે જ્યારે ભાષા નીતિને લઈને તમિલનાડુ સરકાર અને કેન્દ્રની વચ્ચે અથડામણની સ્થિતિ છે. નવી ભાષા નીતિ હેઠળ રાજ્ય સરકારોએ હિન્દી સહિત ત્રણ ભાષા શિક્ષણ સિસ્ટમ જરૂરી કરવી પડશે. સ્ટાલિન સરકારનું કહેવું છે કે કેન્દ્ર બળજબરીપૂર્વક રાજ્ય પર હિન્દી ભાષાને થોપી શકે નહીં.