દિલ્હી વિધાનસભામાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટી (આપ) ને વધુ એક મોટો ઝટકો મળ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના ત્રણ વર્તમાન કાઉન્સિલરો દ્વારા આપનો સાથ છોડીને ભાજપમાં જાેડાયા છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ ત્રણેય કાઉન્સિલરોને પાર્ટીનું સભ્યપદ આપ્યું છે.
ખૂબ મહત્વની વાત છે કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી આ વર્ષે એપ્રિલમાં યોજાવાની છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે સ્ઝ્રડ્ઢમાં પણ ભાજપનો દબદબો રહેશે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૪૮ બેઠકો પર જીત મેળવી છે જ્યારે છછઁને ૨૨ બેઠકો મળી છે.
મેયરની છેલ્લી ચૂંટણી નવેમ્બર ૨૦૨૪માં યોજાઈ હતી પરંતુ કાર્યકાળ માત્ર પાંચ મહિનાનો છે. ત્યારે છછઁના મહેશ ખીંચી ભાજપના કિશન લાલ સામે માત્ર ત્રણ મતથી જીતી શક્યા હતા. મેયરની ચૂંટણીમાં કુલ ૨૬૩ મત પડ્યા હતા, જેમાંથી મહેશ ખીંચીને ૧૩૩ અને કિશન લાલને ૧૩૦ મત મળ્યા હતા જ્યારે બે મત અમાન્ય હતા.
ભાજપમાં સામેલ થયેલા આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોમાં એન્ડ્રૂઝ ગંજના કાઉન્સિલર અનિતા બસોયા, આરકે પુરમના કાઉન્સિલર ધરમવીર અને છપરાના વોર્ડ ૧૫૨ના કાઉન્સિલર નિખિલનો સમાવેશ થાય છે. દિલ્હી વિધાનસભામાં જંગી જીત બાદ હવે ભાજપની નજર સ્ઝ્રડ્ઢ પર પણ છે.

