National

તિરંગા રેલી: ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલની ૨૫મી આવૃત્તિમાં સશસ્ત્ર દળોને સન્માન અપાયું, વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરાઈ

ડૉ. મનસુખ માંડવિયાએ દિલ્હીમાં રાષ્ટ્રવ્યાપી રેલીનું નેતૃત્વ કર્યુ, કાર્બન ક્રેડિટ ટ્રેકર લોન્ચ કર્યુ, અભિનેત્રી શર્વરીને યંગ ફિટ ઇન્ડિયા આઇકોન તરીકે સન્માનિત કરી

ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલની ૨૫મી આવૃત્તિ, જે તિરંગા સાયકલિંગ રેલી તરીકે ઉજવવામાં આવી છે, તેનું આજે સવારે દેશભરમાં સફળતાપૂર્વક આયોજન થયું હતું. દેશભક્તિ, ફિટનેસ અને પર્યાવરણીય જાગૃતિના શક્તિશાળી મિશ્રણને ઉજાગર કરતા, ૫૦૦૦થી વધુ સ્થળોએથી ૧૫૦૦૦થી વધુ સાયકલ સવારો ભારતના સશસ્ત્ર દળોને રાષ્ટ્રવ્યાપી સન્માન આપવા માટે જાેડાયા હતા.

માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અહીંના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં ૧૫૦૦થી વધુ સાયકલ સવારોનું નેતૃત્વ કર્યું, જેમાં સચિવ (રમતગમત) હરિ રંજન રાવ, રમતગમતના દિગ્ગજ – ઓલિમ્પિક ચંદ્રક વિજેતા યોગેશ્વર દત્ત, ક્રિકેટર સબા કરીમ, કુસ્તીબાજ સરિતા મોર, બોલીવુડ અભિનેત્રી શર્વરી અને ભારતીય સાયકલિંગ ટીમનો સમાવેશ થાય છે.

રવિવાર સવારની મુખ્ય વિશેષતાઓમાંની એક એ હતી કે જમ્મુ અને કાશ્મીરના અનેક પ્રદેશો, જેમાં જમ્મુ, પૂંછ, કિશ્તવાડ, કુલગામ, બાંદીપોરા, શોપિયાન, બારામુલ્લા, બડગામ, સાંબા અને અન્ય વિસ્તારોના સાયકલ સવારોની સંપૂર્ણ ભાગીદારી રહી હતી. આ સાયકલ સવારી અનેક ખેલો ઇન્ડિયા સેન્ટર્સ, ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ અને જીછૈં તાલીમ કેન્દ્રો દ્વારા હાથ ધરવામાં આવી હતી.

સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ આપતા, ખાસ કરીને તાજેતરના સફળ ઓપરેશન સિંદૂરને અનુલક્ષીને, ડૉ. માંડવિયાએ આ આવૃત્તિના વિશેષ મહત્વ પર ભાર મૂક્યો હતો. “આ તિરંગા રેલી આપણા જવાનો અને તેમના બલિદાનને સલામ છે. ફિટનેસ અને દેશભક્તિ એક સાથે ચાલે છે,” માનનીય મંત્રીએ કહ્યું હતું.

આ સીમાચિહ્નરૂપ આવૃત્તિમાં બે મુખ્ય પહેલો – ફિટ ઇન્ડિયા ન્યૂઝલેટર અને ફિટ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન પર કાર્બન ક્રેડિટ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેથી સાયકલ સવારો હવે નિયમિતપણે સાયકલ ચલાવીને બચાવતા કાર્બન ક્રેડિટને ટ્રેક કરી શકે છે. “એપનું ડાઉનલોડ કરવું એ તમને ફિટ ઇન્ડિયા ચળવળનો ભાગ બનાવશે,” ડૉ. માંડવિયાએ ઉમેર્યું હતું. “તમારી ગતિ – ૭ થી ૩૪ કિમી પ્રતિ કલાક સુધી – અને તમારું અંતર રેકોર્ડ કરવામાં આવશે, અને તમારા કાર્બન ક્રેડિટ ઉમેરવામાં આવશે.”

નવું લોન્ચ થયેલ ફિટ ઇન્ડિયા ન્યૂઝલેટર માસિક ડાયજેસ્ટ તરીકે પણ સેવા આપશે, જેમાં પ્રેરણાદાયી સમાચાર વાર્તાઓ તેમજ વિવિધ ફિટનેસ પ્રભાવકો તરફથી અપડેટ્સ અને તાલીમ ટિપ્સ દર્શાવવામાં આવશે.

અભિનેત્રી શર્વરી, જેમને આગામી સુપરસ્ટાર તરીકે બિરદાવવામાં આવે છે અને મુંજિયા અને મહારાજા જેવી ફિલ્મો માટે શ્રેય આપવામાં આવે છે. તેમને આ કાર્યક્રમમાં ડૉ. માંડવિયા દ્વારા ‘યંગ ફિટ ઇન્ડિયા આઇકોન‘નું બિરુદ આપવામાં આવ્યું હતું. “આ ચળવળ ખૂબ મોટી છે અને ફિટ ઇન્ડિયા આઇકોન બનવું એ સન્માનની વાત છે. સાયકલિંગ મને શાળાના ઉનાળાના વેકેશનની યાદ અપાવે છે – આપણે બધા સાયકલ ભાડે લેતા અને બહાર નીકળતા,” તેણીએ કહ્યું હતું. વધુમાં તેણીએ જણાવ્યું કે, “આ સાયકલ રેલી મારા માટે વધુ મહત્વપૂર્ણ છે કારણ કે આ આપણા બહાદુર સૈનિકો માટે છે. તેમના કારણે આપણે આપણા ઘરોમાં શાંતિથી સૂઈ શકીએ છીએ અને આ તિરંગા રેલી દ્વારા તેમની બહાદુરીને સન્માન આપવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે.”

ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ પહેલ ડિસેમ્બર ૨૦૨૪માં ૧૫૦ જેટલા સાયકલ સવારો સાથે શરૂ થઈ હતી અને છ મહિનાના સમયગાળામાં ભાગીદારીનો આંકડો કૂદકે ને ભૂસકે વધ્યો છે. આ વિશાળ ઉછાળાનો શ્રેય ઝ્રૈંજીહ્લ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, પત્રકાર સંગઠનો, શિક્ષકો, કોર્પોરેટ્સ અને જીવનના અન્ય ક્ષેત્રોના વ્યાવસાયિકો જેવા ભાગીદારોને જાય છે, જેમણે આ શક્ય બનાવ્યું છે. આ આવૃત્તિમાં, ખાસ ભાગીદારો સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, યોગાસન ભારત, એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ, મ્રૂઝ્રજી ઇન્ડિયા, કલ્ટફિટ અને રેડ એફએમ હતા.

ઓલિમ્પિયન અને કુસ્તી ચેમ્પિયન યોગેશ્વર દત્તે આ પહેલને ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્યને રાષ્ટ્રીય ગૌરવ સાથે જાેડતી ચળવળ‘ ગણાવી હતી. તેમણે ટિપ્પણી કરી, “જાે આપણે સ્વસ્થ રહીશું, તો દેશ સ્વસ્થ રહેશે. નાના બાળકો, વરિષ્ઠ નાગરિકો, બધા જ ભાગ લઈ રહ્યા છે. આ અભિયાનની શક્તિ છે.”

સન્ડે ઓન સાયકલના ૨૫મી સીમાચિહ્નરૂપ આવૃત્તિને ભવ્ય રીતે સફળ બનાવવા માટે સમગ્ર ભારતમાં અનેક રમતવીરો પણ જાેડાયા હતા. ઓલિમ્પિયન અને અર્જુન પુરસ્કાર વિજેતા દીપા કર્માકરે અગરતલાના જીછૈં તાલીમ કેન્દ્ર (જી્ઝ્ર) માં રેલીને લીલી ઝંડી આપી હતી. જ્યારે જીછૈં સોનેપતમાં, દીપિકા કુમારી (પદ્મશ્રી પુરસ્કાર વિજેતા તીરંદાજ), પૂર્ણિમા મહતો (પદ્મશ્રી તીરંદાજી કોચ), અર્જુન પુરસ્કાર વિજેતા સુમિત અંતિલ, પેરાલિમ્પિક્સ ડબલ ગોલ્ડ મેડલિસ્ટ અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ જ્યોતિ સુરેખા, ઓજસ દેવતાલે, અદિતિ ગોપીચંદ સ્વામી, પેરાલિમ્પિયન સુંદર ગુર્જર અને પુષ્પેંદરે ભાગ લીધો હતો. જીછૈં બેંગલુરુમાં પ્રખ્યાત ભારતીય હોકી ખેલાડી એસ.કે. ઉથપ્પા પણ હાજર રહ્યા હતા. દરમિયાન, જીછૈં રોહતકમાં ઓલ ઈન્ડિયા પોલીસ દળનું મોટું પ્રતિનિધિત્વ હતું.

ઉત્તરાખંડના માનનીય રમતગમત મંત્રી શ્રીમતી રેખા આર્ય અને ઉત્તર પ્રદેશના માનનીય રમતગમત મંત્રી શ્રી ગિરીશ યાદવ, ઉત્તરાખંડ અને વારાણસીમાં સંબંધિત કાર્યક્રમોમાં જાેડાયા હતા. ભૂતપૂર્વ ક્રિકેટર અને રમતગમત પ્રશાસક સબા કરીમે આ પહેલની સમાવેશકતાની પ્રશંસા કરી હતી. “આ જીછૈં દ્વારા એક શાનદાર પગલું છે. સાયકલિંગ આપણને ફિટ રાખે છે અને આપણી આસપાસની જગ્યા હરિયાળી રાખે છે. હું પોતે સાયકલ ચલાવીને શાળાએ જતો હતો. કોઈ મેઈન્ટેનન્સ નથી, કોઈ પ્રદૂષણ નહીં. સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે એક સંપૂર્ણ સાધન.”

કુસ્તીબાજ સરિતા મોરે પણ ઉત્સાહથી વાત કરી: “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ પહેલનો ભાગ બનવાનો મને આનંદ છે. “સાયકલિંગ પહેલાથી જ મારા તાલીમ દિનચર્યાનો એક ભાગ છે. આજે, આ રેલી સાથે, આપણે ઓપરેશન સિંદૂરના આપણા બહાદુર સૈનિકોને પણ યાદ કરીએ છીએ. તેમના કારણે જ આજે આપણે સુરક્ષિત છીએ.”