National

નવી દિલ્હીમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) 2.0ના અમલીકરણ માટે બે દિવસીય રાષ્ટ્રીય લેખન કાર્યશાળા

૨૬-૨૭ મે ૨૦૨૫ના રોજ લેખન કાર્યશાળા યોજાશે; ડેટા-આધારિત શાસન દ્વારા પંચાયતોને સશક્ત બનાવવાનો હેતુ

પંચાયત રાજ મંત્રાલય ૨૬-૨૭ મે ૨૦૨૫ના રોજ ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) સંસ્કરણ ૨.૦ પર બે દિવસીય રાષ્ટ્રીય લેખન કાર્યશાળાનું આયોજન કરી રહ્યું છે. લેખન કાર્યશાળા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઁછૈં ૨.૦ના રાષ્ટ્રીય અમલીકરણને ચિહ્નિત કરે છે અને તેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં પંચાયતી રાજ સંસ્થાઓ દ્વારા સર્વાંગી, સમાવિષ્ટ અને ટકાઉ વિકાસની સિદ્ધિને ટેકો આપવા માટે ગ્રામ પંચાયત સ્તરે ડેટા-આધારિત દેખરેખ અને આયોજન માટે ક્ષમતાઓનું નિર્માણ કરવાનો છે.

ઉદ્ઘાટન સત્રમાં પંચાયતી રાજ મંત્રાલય  ના સચિવ શ્રી વિવેક ભારદ્વાજ, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ના સચિવ શ્રી સૌરભ ગર્ગ, સ્ર્ઁઇ ના અધિક સચિવ શ્રી સુશીલ કુમાર લોહાની અને નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર શ્રી રાજીબ કુમાર સેન, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહેશે.

સ્થાનિક ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે સંલગ્ન નવ થીમ્સ સામે ગ્રામ પંચાયતોની પ્રગતિનું મૂલ્યાંકન અને દેખરેખ રાખવા માટે ઁછૈં ને એક મજબૂત, બહુપરીમાણીય સાધન તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ થીમ્સ ગરીબી નિવારણ, આરોગ્ય, શિક્ષણ, પાણીની પર્યાપ્તતા, સ્વચ્છ પર્યાવરણ, માળખાગત સુવિધા, શાસન, સામાજિક ન્યાય અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોને આવરી લે છે.

જ્યારે ઁછૈં ૧.૦ (નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩) એ બેઝલાઇન મૂલ્યાંકન સાધન તરીકે સેવા આપી હતી, ઁછૈં ૨.૦ માં વ્યાપક ક્ષેત્રના અનુભવ અને હિસ્સેદારોના પ્રતિસાદ પર આધારિત મુખ્ય સુધારાઓનો સમાવેશ થાય છે. ઁછૈં ૨.૦ સૂચકાંકોની સંખ્યાને ૫૧૬ થી ૧૪૭ સુધી તર્કસંગત બનાવીને વધુ તીક્ષ્ણ અને વધુ કેન્દ્રિત માળખું રજૂ કરે છે, જે ઉચ્ચ ડેટા ગુણવત્તા, રિપોર્ટિંગની સરળતા અને કાર્યક્ષમ આંતરદૃષ્ટિ સુનિશ્ચિત કરે છે. શુદ્ધ સ્થાનિક સૂચક માળખું હવે નવ ન્જીડ્ઢય્ થીમ્સમાં પરિણામ-લક્ષી, માપી શકાય તેવા સૂચકાંકો પર ભાર મૂકે છે, જે ગ્રામ પંચાયતોને પ્રગતિને વધુ સારી રીતે ટ્રેક કરવા, હસ્તક્ષેપોને પ્રાથમિકતા આપવા અને સ્થાનિક શાસનમાં પારદર્શિતા વધારવા સક્ષમ બનાવે છે. ઁછૈં ૨.૦ માં મુખ્ય સુધારાઓમાં સામેલ છે:

• ઉપયોગિતા સુધારવા અને રિપોર્ટિંગ બોજ ઘટાડવા માટે ઁછૈં ૧.૦ માં સૂચકાંકોની સંખ્યા ૫૧૬ થી ઘટાડીને ૧૪૭ કરવી;

• તર્કસંગત ડેટા પોઇન્ટ અને થીમ્સ, જથ્થા કરતાં ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરીને;

• કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના રાષ્ટ્રીય પોર્ટલમાંથી ડેટાનું સ્વત:-એકીકરણ;

• સુધારેલા ડેશબોર્ડ અને વપરાશકર્તા સુલભતા સાથે સુવ્યવસ્થિત અને મોબાઇલ-ફ્રેન્ડલી પોર્ટલ ઇન્ટરફેસ;

• ચોક્કસ ડેટા એન્ટ્રી અને ટ્રેકિંગ સુનિશ્ચિત કરવા માટે બિલ્ટ-ઇન માન્યતા અને વિસંગતતા શોધ પદ્ધતિઓ;

• પંચાયતોને વિકાસના અંતરને ઓળખવામાં અને સંસાધન ફાળવણીને પ્રાથમિકતા આપવામાં મદદ કરવા માટે ર્નિણય સહાયક પ્રણાલી.