National

ઉત્તર પ્રદેશના નેતા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા વિરુદ્ધ તેમની પત્નીએ દિલ્હીમાં પોલીસ ફરિયાદ નોંધાવી

રાજા ભૈયા ની તકલીફોમાં વધારો થયો છે, ઉત્તર પ્રદેશના નેતા રઘુરાજ પ્રતાપ સિંહ વિરુદ્ધ દિલ્હીના સફદરજંગ એન્ક્લેવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમની પત્નીએ તેમના પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો અને તેમની ફરિયાદ પર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

આ મામલે પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના નેતા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા વિરુદ્ધ સફદરજંગ એન્ક્લેવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસ પહેલાથી જ મહિલા વિરુદ્ધ ક્રાઇમ સેલ (ઝ્રછઉ સેલ) માં ચાલી રહ્યો હતો. આ મામલો મધ્યસ્થી કેન્દ્રમાં પણ ગયો. પરંતુ આ પછી, જ્યારે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, ત્યારે કેસ નોંધવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે રાજા ભૈયા અને તેમની પત્ની ભાનવી સિંહનો છૂટાછેડાનો કેસ હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં, ભાનવીએ છૂટાછેડા કેસમાં દિલ્હીની સાકેત કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. જેમાં તેમણે તેમના પતિ (રાજા ભૈયા) પર શારીરિક અને માનસિક શોષણનો અને એક મહિલા પત્રકાર સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો.

રાજા ભૈયા ની પત્ની દ્વારા આરોપ લગાવવામાં આવા છે કે, કે તેમના પર ત્રાસ ગુજારવામાં આવ્યો છે. જ્યારે તે વિરોધ કરે છે, ત્યારે રાજા ભૈયા હિંસાનો આશરો લે છે. ૨૩ એપ્રિલ૨૦૧૫ના રોજ, તેમને એટલી ખરાબ રીતે માર મારવામાં આવ્યો કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ભાણવીનો એવો પણ દાવો છે કે રાજા ભૈયાના ઘણી સ્ત્રીઓ સાથે ગેરકાયદેસર સંબંધો છે. એક વાર, વિરોધમાં, તેમણે ગોળીબાર કરીને તેને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો. તે (રાજા ભૈયા) પણ બાળકોની અવગણના કરી રહ્યા છે. પરિણામે, તે બાળકોનો બધો ખર્ચ ઉઠાવી રહી છે. તે જ સમયે, રાજા ભૈયા દાવો કરે છે કે ભાણવી તેની મિલકત હડપ કરવા માંગે છે. તેમની અરજી પર કોર્ટે ભાણવીને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે.