Sports

BGT સમાપ્ત થતાંની સાથે જ ઈંગ્લેન્ડT20 શ્રેણી માટે ૧૫-સભ્ય ટીમ ઈન્ડિયા તૈયાર!

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ સમાપ્ત થઈ ગઈ છે અને હવે ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડની ટીમ સાથે પાંચ T૨૦ મેચોની સિરીઝ રમવાની છે. આ સીરીઝ ૨૨ જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે અને આ સીરીઝમાં સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ટીમ ઈન્ડિયાના નેતૃત્વની જવાબદારી સંભાળતા જાેવા મળી શકે છે.

જ્યારે ઘણા સ્ટાર ખેલાડીઓ રજા પર હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે કેવી હોઈ શકે ભારતની ૧૫ સભ્યોની ટીમ. એ વાત જાણીતી છે કે આ મહિને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે જઈ રહી છે અને તે ભારત સાથે પાંચ ટી-૨૦ મેચોની સીરીઝ ઉપરાંત ત્રણ વનડે મેચોની સીરીઝ રમતી જાેવા મળશે. આ સમય દરમિયાન, સૂર્યકુમાર યાદવ ફરીથી ્‌૨૦ શ્રેણીમાં કેપ્ટનશિપની જવાબદારી સંભાળતા જાેવા મળી શકે છે. જ્યારે અભિષેક શર્માના ખરાબ પ્રદર્શનને કારણે બહાર થઈ શકે છે.

આ ઉપરાંત રિંકુ સિંહ અને અવેશ ખાન પણ ટીમની બહાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સાથેની ટેસ્ટ સિરીઝને કારણે મ્ઝ્રઝ્રૈંએ દક્ષિણ આફ્રિકા સાથેની ્‌૨૦ સિરીઝ માટે ભારતીય T૨૦ ટીમમાં ઘણા સ્ટાર ખેલાડીઓને તક આપી ન હતી. પરંતુ આ ખેલાડીઓ ઈંગ્લેન્ડની ટી૨૦ શ્રેણીમાં વાપસી કરી શકે છે. ટીમમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને મુકેશ કુમાર જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ ઈંગ્લેન્ડ સાથેની શ્રેણીમાં રમતા જાેવા મળી શકે છે.

જાેકે ટીમની સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી. કંઈપણ કહેવું બહુ વહેલું છે. સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રાયન પરાગ, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને દયાળ કુમાર. .