Sports

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કોચ ગૌતમ ગંભીરે આપ્યું મોટું નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમ અને કોચિંગ સ્ટાફનું ધ્યાન હવે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પર કેન્દ્રિત છે. વનડે શ્રેણી ૬ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થશે.

ટીમ ઈન્ડિયાએ વર્ષ ૨૦૨૩માં માત્ર ત્રણ ર્ંડ્ઢૈં મેચ રમી હતી. હવે ભારત લગભગ ૭ મહિના પછી વનડે મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ભલે ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન ન કરી રહ્યા હોય, પરંતુ બંનેને વનડે ક્રિકેટના રાજા કહેવામાં આવે છે. કોચ ગૌતમ ગંભીરને પણ કોહલી અને રોહિત પાસેથી વનડે શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઘણી અપેક્ષાઓ છે.

કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય ટીમ શક્ય તેટલી આક્રમક રીતે રમશે. તેણે સ્પષ્ટ કર્યું છે કે ફોર્મેટ ગમે તે હોય, ભારતીય ટીમ આક્રમક ક્રિકેટ રમવા પર ધ્યાન આપશે. ગંભીરે કહ્યું, અમે શક્ય તેટલું આક્રમક રીતે રમવા માંગીએ છીએ. અમે દર્શકોનું મનોરંજન કરવા માંગીએ છીએ અને ઉચ્ચ જાેખમી ક્રિકેટ રમવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ગૌતમ ગંભીરે વધુ કહ્યું હતું કે, અમારી પાસે બે ગુણવત્તાવાળા ખેલાડીઓ છે (વિરાટ કોહલી અને રોહિત શર્મા) જેમની પાસે શ્રેષ્ઠ ર્ંડ્ઢૈં રેકોર્ડ છે. મને આશા છે કે તેઓ સારો દેખાવ કરી શકશે, આક્રમક તેમજ સકારાત્મક ક્રિકેટ રમશે. એક તરફ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ વનડે સીરીઝની પ્રથમ મેચ ૬ ફેબ્રુઆરીએ રમાશે તો બીજી તરફ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ૨૦ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સાથે થશે.