Sports

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છુટાછેડા મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટે મંજુર કર્યા

ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ૨૦ એપ્રિલ, ૨૦૨૫ ને ગુરુવારના રોજ સત્તાવાર રીતે છૂટાછેડા થયા છે. ક્રિકેટર ચહલ મુંબઈ ની બાંદ્રા ફેમિલી કોર્ટ પહોંચનારા સૌપ્રથમ હતા. પરંતુ જ્યારે ધનશ્રી ત્યાં ન પહોંચી, ત્યારે તેને થોડી રાહ જાેઈ અને આખરે ધનશ્રી પણ સવારે ૧૧ વાગ્યા પછી પહોંચી ગઈ હતી.

બંને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા અને તેમને છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા. વકીલે કહ્યું કે “છૂટાછેડા થઈ ગયા છે, લગ્નનો અંત આવી ગયો છે. લગ્નના ૫૧ મહિના પછી, તેમનો સંબંધ તૂટી ગયો.”

ચહલ અને ધનશ્રી ઘણા મહિનાઓથી અલગ હતા. જ્યારથી બંને વચ્ચે છૂટાછેડાના સમાચાર આવ્યા છે, ત્યારથી ધનશ્રી અને ચહલ બંનેએ સોશિયલ મીડિયા પર ઘણી ક્રિપ્ટિક પોસ્ટ્સ શેર કરી છે. વકીલના મતે, બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાનો ર્નિણય લીધો.

ચહલ અને ધનશ્રી બંનેએ ૫ ફેબ્રુઆરીએ ફેમિલી કોર્ટમાં પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. પરંતુ ફેમિલી કોર્ટે ૬ મહિનાના કૂલિંગ ઓફ પીરિયડને માફ કરવાની ના પાડી હતી.

આ પછી, ચહલ અને ધનશ્રી બંનેએ ફેમિલી કોર્ટના આ ર્નિણયને હાઈકોર્ટમાં પડકાર્યો. તમને જણાવી દઈએ કે છૂટાછેડા લેવા માટે, હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૧૩મ્ હેઠળ ૬ મહિનાનો કૂલિંગ ઓફ પીરિયડ જરૂરી છે. આ સમય એટલા માટે આપવામાં આવે છે કે પતિ-પત્ની બંને સર્વસંમતિથી પહોંચી શકે અને છૂટાછેડા લીધા વિના સાથે રહેવાનું નક્કી કરી શકે. તેમની વચ્ચે ફરીથી મામલો ઉકેલાઈ જવો જાેઈએ.