આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી, આજથી શરૂ થશે. આજે પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેગા ઈવેન્ટમાં કુલ ૮ ટીમો ભાગ લેવા માટે તૈયાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરવામાં આવી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલમાં સુરેશ રૈના, હરભજન સિંહ, વકાર યુનિસ, રોબિન ઉથપ્પા, મોહમ્મદ કૈફ, અંબાતી રાયડુ, વહાબ રિયાઝ, પીયૂષ ચાવલા, વરુણ એરોન, જતીન સપ્રુ, આકાશ ચોપરા, સંજય માંજરેકર, સંજય બાંગર, દીપ દાસગુપ્તાને તક મળી છે.
હિન્દી કોમેન્ટ્રી પેનલમાં ઘણા દિગ્ગજાેને સ્થાન આપ્યું છે. ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ સિવાય બે ભૂતપૂર્વ પાકિસ્તાની દિગ્ગજ વકાર યુનિસ અને વહાબ રિયાઝને પણ તક મળી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં, ભારતીય ટીમ ૨૦ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે. બીજી મેચ ૨૩ ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમાશે. ભારતીય ટીમે લીગ સ્ટેજની છેલ્લી મેચ ૨ માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમવાની છે. આ બધી મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. મહત્વની વાત એ છે કે આ મેદાન પર ભારતનો રેકોર્ડ ખૂબ પ્રભાવશાળી છે, આ મેદાન પર ભારતીય ક્રિકેટ ટીમ એક પણ વનડે મેચ નથી હાર્યું.