Sports

ICC એ બેટરની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી; ભારતનો યશસ્વી જયસ્વાલ ચોથા નંબર પર

દ્વારા બેટ્સમેનની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરવામાં આવી છે જેમાં, ત્રીજા નંબર પર યશસ્વી જયસ્વાલ (૮૪૭) સાથે જગ્યા બનાવી લીધી છે.

ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જાે રૂટ ૮૮૮ રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગની આ યાદીમાં ટોચના સ્થાને છે. જ્યારે હેરી બ્રુક ૮૭૩ રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન (૮૬૭) ત્રીજા નંબર પર, યશસ્વી જયસ્વાલ (૮૪૭) ચોથા નંબર પર અને સ્ટીવ સ્મિથ (૮૨૩) પાંચમા નંબર પર છે. ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં જેક ક્રોલી (૧૨૪), બેન ડકેટ (૧૪૦) અને ઓલી પોપ (૧૭૧) એ મજબૂત સદીઓ ફટકારી હતી, જેનો તેમને ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો હતો.

ઉલ્લેખનીય છે કે, ઝિમ્બાબ્વે સામે શાનદાર બેટિંગ બાદ બેન ડકેટને બે સ્થાનનો ફાયદો થયો હતો. તે હાલમાં ૧૩મા સ્થાને છે. જ્યારે ઓલી પોપ ૬ સ્થાન ઉપર ચઢીને ૨૨મા સ્થાને અને જેક ક્રોલી આઠ સ્થાન ઉપર ચઢીને ૩૩મા સ્થાને પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડની ટીમ ભારત સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી સાથે તેના નવા ૈંઝ્રઝ્ર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અભિયાનની શરૂઆત કરશે.