Sports

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને પડી મોટી ખોટ; માર્કસ સ્ટોઇનિસે ODI માંથી નિવૃત્તિ જાહેર કરી

સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે ૨૦૧૫ માં ડેબ્યૂ કર્યા પછી ૭૧ વનડે રમી છે

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને એક મોટો ઝટકો મળ્યો છે; સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે વન ડે ઇન્ટરનેશનલ (ર્ંડ્ઢૈં) ફોર્મેટમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ મહિને યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે કાંગારૂ ટીમમાં સ્ટોઇનિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. તેમની નિવૃત્તિ પછી, કાંગારૂ ટીમની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે, જ્યાં ટીમ પહેલાથી જ ઘણા ખેલાડીઓની ઇજાઓથી ઝઝૂમી રહી છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે જાહેરાત કરી કે તેણે ્‌૨૦ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ર્ંડ્ઢૈં માંથી નિવૃત્તિ લીધી છે. સ્ટોઇનિસે ૨૦૧૫ માં ડેબ્યૂ કર્યા પછી ૭૧ વનડે રમી છે. પોતાની નિવૃત્તિ પર, સ્ટોઇનિસે કહ્યું, ઓસ્ટ્રેલિયા માટે ર્ંડ્ઢૈં ક્રિકેટ રમવું એ એક અદ્ભુત સફર રહી છે અને હું આ ફોર્મેટમાં વિતાવેલી દરેક ક્ષણ માટે આભારી છું.’ આંતરરાષ્ટ્રીય સ્તરે મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ એવી વસ્તુ છે જેની હું હંમેશા કદર કરીશ. તેમણે આગળ કહ્યું, આ કોઈ સરળ ર્નિણય નહોતો, પરંતુ મારું માનવું છે કે આ મારા માટે વનડેથી દૂર રહેવાનો અને મારી કારકિર્દીના આગામી પ્રકરણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો યોગ્ય સમય છે. મુખ્ય કોચ એન્ડ્રૂ મેકડોનાલ્ડ સાથે મારા ખૂબ સારા સંબંધો છે અને હું તેમના સમર્થનની ખરેખર પ્રશંસા કરું છું.

ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસની ર્ંડ્ઢૈં કારકિર્દી પર નજર કરીએ તો, આ ફોર્મેટમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ૨૦૧૭ માં ઓકલેન્ડમાં ન્યુઝીલેન્ડ સામે આવ્યું હતું, જ્યાં તેણે ૧૪૬ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે છેલ્લે ગયા વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાન પ્રવાસ દરમિયાન વનડે રમી હતી. આ ડેશિંગ ઓલરાઉન્ડરે આ ફોર્મેટમાં ૧૪૯૫ રન બનાવ્યા અને બોલિંગમાં ૪૮ વિકેટ પણ લીધી. સ્ટોઇનિસ ૨૦૧૮-૧૯માં ર્ંડ્ઢૈં ક્રિકેટર ઓફ ધ યર હતા અને ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતા, જ્યાં ટીમે ફાઇનલમાં ભારતને તેમના હોમ ગ્રાઉન્ડમાં હરાવીને ટાઇટલ જીત્યું હતું.